પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવા વાળો
૩૧
 


લગામ ખેંચીને ગ્રાંટે પોતાનો ઘોડો રોક્યો, સામે જોવે તો બાવાવાળાની આંગળીઓના ટેરવા ઉપર બરછી, સુદર્શન-ચક્ર જેવી ઝડપે ચકર ચકર ફરી રહી છે. બાવે બીજો પડકારો કર્યો કે

“સાહેબ, તારાં હથીઆર નાખી દે ધરતી માથે. નીકર આ છૂટે એટલી વાર લાગશે. અને હમણાં ટીલડીમાં ચોંટી જાણજે.”

સાહેબે આ કાળસ્વરૂપને દેખી શાણપણ વાપર્યું. પોતાનાં હથીઆર હેઠે નાખી દઈ, પોતે માથેથી ટોપી ઉતારી બાવાવાળાની સામે મલકાતે મ્હોંયે ડગલાં દીધાં.

“રામ રામ ! બાવાવાલા રામ રામ ! ” કહીને ચતૂર ગોરાએ પોતાનો હાથ લંબાવ્યો.

સાહેબ લોકોના હથેળી-મિલાપના રીવાજ ન જાણનાર બહારવટીયાએ, કાઠીની રીત મુજબ પોતાનો એક હાથ લંબાવી સાહેબને ખભે લગાવ્યો. અને પછી કહ્યું કે “સાહેબ, તમે મારા કેદી છો.”

“અચ્છા બાવવાલા, કાઠીઆવાડના બહારવટીઆની ખાનદાનીનો મને ઇતબાર છે. તેં મને જીતેલ છે. એટલે લડાઇના કાનૂન પ્રમાણે બેશક હું તારો કેદી જ છું.”

“સાહેબ, તમારૂં નામ શું ? ”

“ગ્રાંટ”

“ઘંટ ? ઠીક ઘંટ સાહેબ, તમારો ઘોડો મોઢા આગળ કરો. અને ચાલો અમારે ઉતારે.”

સાહેબ આગળ ને બાવાવાળો પાછળ, એમ બન્ને ચાલ્યા. બહારવટીયાનાં સોનાનાં સિંહાસનો સરખા ગીરના સેંકડો ડુંગરાઓ અને ગાળાઓ ઓળંગતો એાળંગતો ગ્રાંટ સાહેબ ગીરની સાયબી વચ્ચે આ જુવાન કાઠીનું રાજપાટ નિરખે છે. ત્યાં તો, જૈતો વેગડ, લોમો ધાધલ ને ભોજો માંગાણી પણ ભેળા થઇ