પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવા વાળો
૩૯
 


એમ ફોસલાવીને બાવાવાળાને પાછો લઈ ગયો, અને એને ફરીવાર પરણાવ્યા.

જ તો સરધારપરને માથે પડીએ.”

“દરબાર, ઇ ઘીંહરાનો મારગ લેવા જેવો નથી. ત્યાં તો આયરની વસ્તી વસે છે.”

“પણ આયરોને તો દરબાર મૂળુવાળાએ ઉચાળા ભરાવી બહાર કાઢ્યા છે. ઈ અાયરો તો ઉલટા આપણી ભેર કરશે.”

એવી ભ્રમણામાં પડીને ત્રણસો ઘોડે બાવોવાળો સરધારપર ભાંગવા હાલ્યો. સાથે માત્રો વેગડ, લોમો ધાધલ, ભોજો માંગણ, જેઠસૂર બસીઓ વગેરે કાળદૂત જેવા ભાઈબંધો ચડ્યા છે. તૂર્ત સરધારપરમાં જાણ થઈ કે આજ બાવોવાળો પડશે. જેતપૂરના દરબારે જે આયરોના ઉચાળા બહાર કઢાવ્યા હતા, તેમાંથી એક બોલ્યો કે “વધામણી! આજ મૂળુવાળાની મૂછનો વળ ઉતરી જાશે.”

“અરે ફટ્ય તમને આયરના દીકરાઓ ! એલા, આજ મૂળુવાળે કઢાવ્યા, પણ આજ સુધી દાંતમાં અન્ન કોનું ભર્યું છે? આપણ જીવ્યે બાવાવાળો સરધારપર ભાંગે ? મા ઘરધે ને દીકરા ગળ ચોખા જમે ? બાવા વાળો બોકડીયુંમાં ચર્યો છે, પણ હજી સીંગાળીયું'માં નથી આવ્યો. આવાવા દ્યો એને.”

પોતાના દરબારે નજીવા જ કારણથી ઓચીંતાં ખેારડાં ખાલી કરાવીને આયરોને બહાર કઢાવ્યા છે, ક્યાં જવું તેનો, વિચાર કરતા આયરો અંતરિયાળ ઉચાળા લઈને પડ્યા છે, બચ્ચાં રૂવે છે, કોઈ ગર્ભવતી આયરાણીઓ પીડાતી પડી છે, ઘરડાં બુઢ્ઢાં બિમાર અને આંધળાં અપંગ આયરોને ઉંચે આભ ને નીચે ધરતી જેવું થયું છે. વરસતા વરસાદમાં વિના વાંકે દરબારે બહાર કઢાવ્યાં તેથી બોર બોર જેવાં પાણી પાડતી આયરાણીઓ