પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
સોરઠી બહારવટીયા
 

મગરૂબી કરતા અને એક દિવસ તો મેં ઘરડા કાઠીઓને તેમને એમ ચોકસીથી સવાલ કરતા સાંભળ્યા કે

“શું તમારી ખાત્રી છે કે તમારા ભોગ થયેલાને તમે માર્યા જ છે ? એનો એવો જવાબ મળ્યો કે “હા અમે અમારી બરછીને તેમના શરીર સોંસરવી નીકળેલી જોઇ અને અમને ખાત્રી થઈ છે કે તેઓ મરી ગયા.” એક વૃદ્ધ કાઠીએ ટીકા કરી કે “ભાઇ ! બીજા કોઇ પ્રાણી કરતાં માણસને જીવથી મા૨વું વધારે વિકટ છે. જ્યાં સુધી રસ્તાની એક બાજુએ ધડ અને બીજી બાજુએ માથું ન જુવો, ત્યાં સુધી એ મરી ગયો એમ ખાત્રી ન રાખવી."

કેટલીક વખત રાજા બાવાવાળો અફીણની બેભાન હાલતમાં મારી પાસે આવીને બેસતો અને મારા ઉપર પોતાને જમૈયો ઉગામીને પૂછતો કે “કેટલી વખત આ જમૈયો હુલાવ્યો હોય તો તમારૂં મૃત્યુ નીપજે ? હું જવાબ આપતો કે “હું ધારૂં છું, એક જ ઘાયે મારૂ કામ પતી જાય. માટે હું આશા રાખુ છું કે તેમ કરીને તમે મારા આ દુ:ખનો અંત આણશો.” તે જવાબ આપતો કે “તમે એમ ધારતા હશો કે હું તમને નહિ મારૂં ! પણ માછી જેટલાં માછલાં મારે છે તેટલાં મેં માણસો માર્યાં છે. તમારો અંત આણતાં હું જરાયે વિચાર નહિ કરૂં. પરંતુ તમારી સરકાર મને મારો ગીરાસ પાછો અપાવે છે કે નહિ એ હું જોઉ છું. એ થોડા વખતમાં પાછો અપાવશે તો હું તમને છૂટા કરીશ.”

“ટોળી લુંટ કરવા બહાર નીકળતી ત્યારે દિવસનો ઘણો વખત ઉંઘ્યા કરતી. રાત્રિયે દરેક ઘોડાની સરક તેના સવારના કાંડા સાથે બાંધતા. જ્યારે ઘેાડા કંઈક અવાજ સાંભળે ત્યારે તાણખેંચ કરે કે તૂર્ત તેઓ ઉભા થઈ જતા. ખેારાકમાં બાજરાના રોટલો અને મરચાં, ને મળી શકે ત્યારે તેની સાથે દૂધ : મને પણ એજ ખોરાક આપતા. × × ×

“તેઓમાં બે જુવાન પુરૂષો હતા, કે જે મારે માટે કાંઈક લાગણી બતાવતા. × × મારા છૂટકારા માટે તેઓ પ્રયત્ન કરતા અને મને હિંમત આપતા. પ્રસંગોપાત જ્યારે તક મળતી ત્યારે પોતે કેટલાં માણસ માર્યા તે વિષે, અને જ્યારે પૈસાદાર મુસાફરો માગેલી રકમ આપવાની ના પાડે ત્યારે કયા ઉપાયો પોતે યોજતા, તે વિષે તેઓ મને જાણ કરતા. આ ઉપાય એ હતો કે એ બાપડાં કમનસીબ મનુષ્યોને પગે દોરડાં બાંધી તેઓને ઉંધે માથે ગરેડીએથી કુવામાં ઉતારીને પાણીની સપાટી સુધી ઉતારતા ને ઉપર ખેંચતા. માગેલી રકમ આપવાની કબુલાત ન કરે ત્યાં સુધી આ પ્રમાણે સીંચ્યા કરતા. કબુલ થાય ત્યારે છૂટા કરીને કોઈ