પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાવા વાળો
૫૫
 

આડત્તીયા ઉપર હુંડી અથવા કાગળ લખાવી લેતા. ને જ્યાં સુધી રકમ પહોંચતી ન થાય ત્યાં સુધી કેદ રાખતા.× × ×

એક તોફાની રાત્રિ મારાથી કદિ નહિ વિસરાય. એ બધા મોટું તાપણું કરીને ફરતા બેઠા હતા. સિંહ અને બીન હિંસક પશુઓ ગર્જના કરતાં હતાં, છતાં પણ મારૂં શુ કરવું, તે વિષે તેઓ ચર્ચા કરતા હતા. હું એ સાંભળી શકતો હતો. માણસો ફરીઆદ કરતાં હતાં કે “સાહેબને કારણે અમે બબ્બે મહિનાથી જંગલમાં છીએ. બાયડી છોકરાં દાણા વગર ગામડામાં હેરાન હેરાન છે. તેથી અમે હવે રોકાવાના નથી. તેનો સરદારે જવાબ દીધો કે “ચાલો એને મારી નાખી બીજે ક્યાંઇક ન્હાસી જઇએ.” પણ માણસોએ વાંધો બતાવ્યો કે “અંગ્રેજો લશ્કર મોકલીને અમારાં બાળબચ્ચાંને કેદ કરે ને દુ:ખ આપે." તેથી છેવટ એમ ઠર્યું કે હમણાં તો મને જીવતો રાખવો. છેવટે મારો છૂટકારો પેાલીટીકલ એજન્ટ કપ્તાન બેલેન્ટાઇન મારફત આ પ્રમાણે થયો. તેણે નવાબ સાહેબને સમજાવ્યા કે “જે કાઠીએાએ બાવાવાળાનું પરગણું જોર જુલમથી લઇ લીધું છે, તેની પાસેથી તમારી વગ ચલાવીને બાવાવાળાને તેનો ગરાસ પાછો સોંપાવો." બાવાવાળાની ધારેલી મુરાદ બર આવી એટલે એણે મને છોડ્યો.

“મારી કેદ દ૨મીઆન મારા ઉપર જે દુ:ખો પડ્યાં તે લગભગ અસહ્ય છે. રોજ સાંજરે હુ પ્રાર્થના કરતો કે હે પ્રભુ ! મને વળતું સવાર દેખાડીશ નહિ ! એક માસ સુધી તો શરદીને લીધે મારાથી બુટ કાઢી શકાયા નહિ. છેવટ મંદવાડથી નબળો થઇ ગયો ત્યારે જ બુટ નીકળ્યાં. સખ્ત ટાઢીઓ તાવ આવવા લાગ્યો તેની સાથે પિત્તાશયનો સોજો થઈ આવ્યો. આ સ્થિતિ છતાં ખુલ્લી હવામાં ઉઘાડા પડ્યા રહેવાનું, તેથી મને સન્નિપાત થઈ આવ્યો. જ્યારે મને છૂટો કરવામાં આવ્યો ત્યારે પગથી માથા સુધી ઉધઇ ચોટલી, તેવી સ્થિતિમાં રાત્રિયે ખેતરમાં રઝળતો પડેલો હું હાથ લાગ્યો. × × ×”

આ ઉદ્ગારોના ઉત્તરમાં મી. સી. એ. કીનકેઇડ આઈ. સી. એસ. પોતાના “ધ આઉટલૉઝ એફ કાઠીઆવાડ” નામના પુસ્તકમાં લખે છે કે:- "અલબત્ત, આપણે બધા પણ જો એવી કેદમાં પડ્યા હોત, તો આપણે કેપ્ટન ગ્રાંટ કરતાં પણ વધુ સખત ભાષા વાપરત. તેમ છતાં બાવાવાળાના પક્ષમાં પણ થોડું કહી શકાય તેવું છે. બેશક બહારવટાંમાં નાનાં બચ્ચાંની ગરદનો કાપવાની પ્રથાનો બચાવ કરવાનું તો મુશ્કેલ છે. છતાં લડાઇની માફક બા૨વટું ૫ણ સુંવાળે હાથે તો નથી જ થઇ શકતું. કદાચ દુશ્મનોનાં ગામડાવાળાઓએ પોલીસને બાતમી પહોંચાડી હશે.