પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
સોરઠી બહારવટીયા
 

તે કારણસર બહારવટીયાઓએ તેઓને પાઠ શીખવવાનું ઇચ્છેલ હશે, પણ સપડાઇ જવાની બ્હીકે ગઢમાં તો પેસી ન શકાય, તેથી તેઓ પાદરમાં જ એક બે છોકરાં દીઠાં તેઓને મારી નાખીને ચાલ્યા જતા હશે. બેશક મુકામ પર જઈને તેઓ પોતાનાં પરાક્રમોની બડી બડી વાતો તો કરતા હશે જ. તે સિવાય કેપ્ટન ગ્રાંટના સંબંધમાં તો બાવાવાળો મુંઝવણમાં જ હતો. હેમીલ્કારે પાતાના પુત્ર હનીબાલ ઉ૫ર જેવી ફરજ નાખી હતી તેવી જ પવિત્ર ફરજ બાવાવાળાના પિતાએ પણ તેના ઉપર નાખેલી. ને ગ્રાંટને કેદી રાખ્યા સિવાય એ ફરજ કદિ પણ અદા થઈ શકે તેમ નહેાતું. યુરોપી લોકોનો પોતે અજાણ હોવાથી તે નહોતો સમજી શક્યો કે પોતે અને પોતાના સાથીઓ જે સંકટો બેપરવાઈથી ભોગવતા હતા, તેજ સંકટો અંગ્રેજને માટે તો અસહ્ય જ હતાં. ને જ્યારે એને એ સમજ પડી ત્યારે એને આ કેદી ઉપદ્રવ રૂપ જ લાગ્યો. એની બિમારી આ ટોળીને નાસભાગ કરવામાં વિઘ્ન નાખતી, અને ભળતાં ગામડાંની કાઠીઆણીઓના ઠપકા ખવરાવતી.”