પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
સોરઠી બહારવટીયા
 


“હા બા, એમાં શું ? બાપના દીકરાનો કસુંબો છે ને ?”

સહુ શત્રુના ઘરનો કસુંબો લઈને પછી દરબારગઢ ઉપર ગયા.

“ખબરદાર !” ચાંપરાજે પોતાના સંગાથીઓને ચેતાવ્યા. “આપણે ગામ લૂટવા નથી આવ્યા. બહેનને જીવાઈ કઢાવી દેવા આવ્યા છીએ, એટલું ભૂલશો મા કોઈ.”

એટલું બોલીને ચાંપરાજ ડેલીએ દાખલ થાય ત્યાં બે બુઢ્ઢીઆ કાઠી ચોકીદારોને ઉઘાડી તરવારે ઉભેલા દીઠા.

“ડોસલ્યો ! ખસી જાવ.” ચાંપરાજે શીખામણ દીધી.

રૂપાનાં પતરાં જેવી ધોળી દાઢી, મૂછ ને પાંપણોવાળા કાઠીઓ બોલ્યા “ખસી ગયે તો સાત જન્મારાની ખેાટ બેસે આપા ચાંપરાજ વાળા ! અને ચાંપરાજ વાળો ઉઠીને આ ટાણે અમને ખસવાનું કહે છે.”

“અરે ડોસલ ! આંહી દીકરાના વીવા નથી, તે તાણ્ય કરવા બેસીએ ? માટે ખસો. નીકર ધોળામાં ધૂળ ભરાણી સમજજો !”

ધોળાં ધોળાં નેણ ઉચાં ચડાવી, ધેાળી પાંપણો ને અરધીક ઉધાડી, પાણીદાર અને પલળેલી આંખો તગમગાવી, બને બુઢ્ઢાએ બુઢ્ઢાપાની ધ્રૂજતી ગરદનો ટટ્ટાર કરતાં કરતાં જવાબ વાળ્યો કે “ચાંપરાજ ! ધોળામાં ધૂળ તો આજ ખસી ગયેથી ભરાઈ જાય, ને ડોકાં ધરતી માથે રડ્યે તો અટાણે અમારે સરગાપરની વાટ ઉઘડી જાય. માટે તું તારે જે કરતો હો ઈ કર, ને અમને ય અમારૂં મનધાર્યું કરવા દે. અમારા ઘડપણની ઠાલી દયા ખાઇશ મા, મલકના ચોલટા !”

એમ કહીને બેય બુઢ્ઢા ઘાએ આવ્યા. બેય સોનાનાં ઢીમ સરીખા નોકરોને ઢાળી દઈને ચાંપરાજ વાળો દરબાગઢની અંદર ચાલ્યો.

એારડે જાય ત્યાં ઉંચી ઉંચી ઓસરીને કાંઠે રૂપબાઇ ઉભેલાં. રૂપબાઈએ વીરનાં વારણાં લીધાં. ચાંપરાજ બોલ્યો કે