પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮
સોરઠી બહારવટીયા
 

“તો મારે બે બાપના નથી થાવું. તું તારે તારાં માણસો લઈને ચાલ્યો જા ભાઈ ! મારે વળી સુરજ ધણીનું ધાર્યું થશે.”

નવે જણા ભીમોને ભેાજ ખાચરની ડેલીએ ગયા અને ચાપરાંજ વાળો એક બે કાઠીઓને લઈ જેપુરમાળવાને માથે ઉતરી ગયો.

ક દિવસ કચારીની અંદર જેપુર મહારાજની નજર આઘે આઘેના ખુણામાં બેઠલા એક આદમી માથે મંડાઈ ગઈ છે. માથેથી ગેાથું ખાઈને પાછા વળેલા દાઢીના કાળા કાતરા: ઉજળો, કંકુવરણી ઝાંય પાડતો મ્હોંનો વાન: ભેટમાં કટારી: ડોકમાં માળા : એવો ચોક્ખો ચારણનો દિદાર હોવા છતાં મહારાજે એના મોરામાં કંઇક નોખા જ અક્ષરો વાંચ્યા. મહારાજે હુકમ કર્યો કે “ઓલ્યા આદમીને આંહી લાવો તો !”

એ આદમીએ મહારાજની ગાદી સામે આવીને નીચા ઝુકી સલામ કરી.

કેવા છો ? મહારાજે પૂછ્યું.

“ચારણુ છું.”

“ક્યાં રે'વાં ?”

“કાઠીઆવાડમાં.”

વિચાર કરીને મહારાજ ઉભા થયા. “ગઢવા આંહી આવજો તો ! એમ કહી, એ આદમીને તેડી પાસેના ઓરડામાં ગયા. જઈને એકાંતે પૂછ્યું.

“તમે ગઢવા નથી. ચારણ કોઈ દિ' સલામ ન કરે. પણ એાવારણાં લ્યે. માટે તમે વેશ ધારી છો. બોલો કોણ છો ?”

“કાઠી છું.”

“નામ ?”