પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાંપરાજ વાળો
૬૯
 

“ચાંપરાજ વાળો. ”

“ચાંપરાજ વાળા, તમારે માથે ગોરાનાં ખૂન છે. અને અટાણે સરકારની બેસતી બાદશાહી છે. તમે આંહી રહો તો જેપુરની ગાદીને જોખમ છે. માટે નીકળી જાઓ. નાણું જોવે તેટલું ખુશીથી લઈ જાજો.”

ત્યાંથી ચાંપરાજ વાળાનાં અંજળ ઉપડ્યાં.નીકળીને એ માળવામાં આવ્યો : જ્યાં અજર મે'ઝર્યા કરે છે, અને જે 'રાંકનો માળવો' કહેવાય છે, એવા એ રસાળ મુલકમાં ચાંપરાજ વાળો ચારણ વેશે હાવા ગામના એક પટેલને ઘેરે સંતાઈ રહ્યો. પોતાની વ્હાલપભરી ખાતર બરદાસ્ત કરનારા પટેલને ચાંપરાજ વાળાએ કાયમ કોઈ ઉંડી ચિંતામાં રહેતો દીઠો. તેથી એક દિવસ પૂછ્યું કે

“પટેલ, પેટમાં આવડું બધું દુઃખ શું ભર્યું છે ?”

“ગઢવી, તમને કહીને શો સાર કાઢું ? જીભ કચરીને મરવા જેવો મામલો ઉભેા થયો છે. કહેવાની વાત નથી રહી.”

“પણ શું છે ? મ્હેાંમાંથી ફાટી મરને !”

“આ ગામના દરબારનો સાળો મારા દીકરાની વહુને રાખીને બેઠો છે. રોજ આંહી મારા ઘરમાં આવે છે, ને ધરાર એક પહોર રાત રહે છે.”

“ઠીક, આજ આવે ત્યારે મને ચેતવજો.”

એ જ રાતે એ ફાટેલા સાંઢ જેવા કામીને ચાંપરાજ વાળે ઠા૨ માર્યો. અને ત્યાંથી પણ ચાલી નીકળ્યા.

માર્ગે એક બીજું ગામ આવ્યું. ચાંપરાજ વાળાની શોધ તો ચોમેર ચાલતી જ હતી અને ગામેગામ એના શરીરની એંધાણીઓ પણ પહોંચી ગઈ હતી. એ એંધાણીએ આ ગામના