પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
સોરઠી બહારવટીયા
 

વન ગઈ પાલવ વિન જનની કે'તાં જે
દોરીને ચાંપો દેતે માન્યું સાચુ મૂળવા!

[હે મૂળુ વાળા ! કાઠીઆણી જ્યારે ચોરીમાં પરણવા બેસે ત્યારે કાપડું પહેરતી નથી, એ વાત આજે, તેં જ્યારે ચાંપરાજને દોરીને સરકારમાં સોંપી દીધો ત્યારે જ મેં સાચી વાત માની : એટલે કે એવી નિર્લજ્જ માતાના પુત્ર તારા સરખા મિત્રદ્રોહી જ થાય એમાં નવાઈ નથી.] (આ લગ્ન-પ્રથા સંબંધે એવી કથા કાઠીઓમાં પ્રવતે છે કે, “મુસલમાન રાજ્યના કોઈક સમયમાં, દરેક ક્ષત્રિય રાજાની પરણેતર કોઈ બાદશાહ, પ્રથમની રાતે પોતાના શયનગૃહમાં મોકલવાનો હુકમ કરતો. પછી એ પ્રથા ત્યજીને પાદશાહે એવો હુકમ કરેલો કે પ્રત્યેક ક્ષત્રિય કન્યાને પરણતી વેળા જે કાંચળી પહેરાવામાં આવે, તેના સ્તન–ભાગ પર પાદશાહી પંજાની છાપ હોવી જોઈએ. આ આજ્ઞાને તાબે બીજા બધા થયા પણ કાઠીઓએ તો તે કલંકમાંથી મુક્ત રહેવા ખાતર લગ્ન વિધિમાંથી કાપડું જ કાઢી નાખ્યું.” આ વાતમાં કશું વજૂદ જણાતું જ નથી.]

જાશે જળ જમી, પોરહ ને પતીઆળ
ચાંપા ભેળાં ચાર, માતમ ખેાયું મૂળવા

[હે મૂળુ વાળા ! ચાંપરાજ જાય છે. તેની સાથે જળ, જમીન, પૌરૂષ અને પ્રતિષ્ઠા, એ ચારે ચીજો ચાલી જાય છે. એને સોંપી દઈને તેં તારૂં માહાત્મ્ય ગુમાવ્યું.]

(કાં તો) જેતાણું જાનારૂં થયું, મૂળુ ઈદલ મોત
ખાધી મોટી ખોટ, દોરીને ચાંપો દીયે.

[કાં તો જેતપૂર જનારૂં થયું, કાં તારૂં મોત આવ્યું. હે મૂળુ વાળા ! તે ચાંપરાજને સોંપી દેવામાં માટી ખેાટ ખાધી છે.]

આવા ઠપકાના દુહા ચારણો ઠેર ઠેર સંભળાવવા લાગ્યા. મૂળુ વાળાને માથે ચાંપરાજને રાજકોટ જઈ સોંપી દેવાનું આળ મૂક્યું. પણ બીજી બાજુ કૈંક લોકો કહે છે કે મૂળુ વાળાનો વાંક નહોતો. મૂળુ વાળાએ તે બહુ બહુ વિનવ્યું હતું કે “ચાંપા, ભલો થઈને ભાગી જા. ભલે મારો ગરાસ જપ્ત થાય.” પણ