પૃષ્ઠ:Sorathi Baharvatiya-1.djvu/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાથો મોઢવાડીયો
૭૯
 


“કાંઈ ફુઈ ! કાંવ કરવા બોલાવ્યો'તો મુને ? ઘઉંના કોસ છોડે મારે આવવું પડ્યું છે. કાલ થાહે તાં બધા ય ક્યારા બળીને રાખ થે જાહે. એવડી તે તારે કીવાની ઉતાવર હુતી ?”

"હા ભા ! તારે ઘઉંનાં વાવેતર ખેાટી થાય છે, ને આંહી મારાં છોકરાં પાવળું દૂધ વન્યા વીયાળુ કરે છે, અને ઈ બધુંય મારો નાથા જેવો જમદઢ ભત્રીજો બીઠે મારે ભોગવવું સરજેલ હશે ને ! આજ મારો ભા વાશીયાંગ હત ને, તો ઈ પીટ્યાઓનાં પેટમાંથી છઠ્ઠીનાં ધાવણ સોત ઓકાવે આવત.”

“પણ આટલાં બધાં મેણાં કીવાંની દઈ રહી છે ? કાંવ થીયું ઈ તો મેાંમાંથી ફાટ્ય ?”

“કાંવ ફાટાં ? ફાટેં ને કાંવ કરાં ? પાંચ કુંઢીયું, ને પાંચ નવચંદરીયું, દસે ય દૂઝણી ભીંસુને પીટ્યાઓ હાંકે ગો.”

“કાંથી ?”

“ડુંગરમાં ચરતી'તી તાંથી.”

“કુણ હાંકે ગા ?”

“જામના માણસુ : ધંતૂરીયાના ફાટલ આયર.”

“ઠીક, તી ઈમાં ઠાલી મોં કાંવ વારછ મારા બાપ વાશીયાંગનું ? હું અબઘડી જે ને લે આવાં.”

એટલું કહીને હાથમાં પરોણો ઉપાડી નાથો ઓસરીએથી ઉતર્યો, ફુઈએ સાદ કર્યો.

“નાથા ! અટાણે અસૂરો નેથ જાવું. વીયાળુ કરેં ને ચંદરમા ઉગ્યે ચાલજે.”

“ના. ના. વીયાળુ તો હવે ઈ દસ ભેંસ્યુંનાં દૂધ આવશે તે દિ'જ કરવાં છે.”

એટલું કહીને પાછો પતંગીઆ જેવો નાથો ગાડા માથે ઠેક્યો. ઢાંઢા તો ઘરમાં જ ઉભા હતા. જોતર છેાડ્યાં કે ઢીલાં પણ નહોતાં કર્યા. ગોધલાની પીઠ ઉપરથી ફુમકવાળી રાશ