પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૮૧
 

વહરા તસર સિંધુ વાજીયા
સજીયા રણ વઢવા ભડ સોડ
પાવરધણી બધા પરિયાણે
મળુને સર બાંધો મોડ. ૬

[ઘોર સીંધુડા રાગ વાગ્યા. સુભટ્ટો રણમાં વઢવા માટે સજ્જ થયા. પાવરના સ્વામીઓ (એટલે કે પાવરમાંથી આવેલા કાઠીઓ) બધાએ પ્રાયણ કર્યા કે કાકા મુળુવાળાના શિરપર સરદારીની પાઘ બંધાવીએ.

મૂળુ સાચો અખિયો માણે
જાણે દાય ન ખાવે ઝેર,
ફરતો ફેર મેરગર ફરવો
વજમલસું આદરવો વેર. ૭

[મુળા વાળાએ સાચી સલાહ આપી કે ભાઈ ! મેરૂની પ્રદક્ષિણા કરવી જેટલી મુશ્કિલ છે, તેટલું જ વિકટ વજેસંગ સાથે વેર આદરવાનું છે.]

હેક વચન સાંભળ તણ-હાદા !
નર માદા થઈ દીયો નમી !
પડખા માંય કુંપની પેઠી
જાવા બેઠી હવે જમી. ૮

[હે હાદાના તનય ! એક વચન સાંભળ. હવે તો મરદો છો તે અબળાઓ બનીને નમી જાઓ. કેમકે હવે પડખામાં અંગ્રેજની કંપની પેઠી છે, હવે આપણી જમીન જવા જ બેઠી છે.]

બરબે હાદા-સતણ બોલિયો
કાકા ભીંતર રાખ કરાર !
જોગો કહે કરૂં ધર જાતી
(તો) વંશ વાળા લાજે અણવાર. ૯

(હાદા-સુતન જોગીદાસ ઉશ્કેરાઈને બોલ્યો કે હે કાકા ! તું હૃદયમાં ખાત્રી રાખજે. હું જોગો જો ધરતી જાવા જાઉં, તો તો અત્યારે આપણો અસલ વાળા ક્ષત્રિયનો વંશ લાજે.]