પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
સોરઠી બહારવટીયા:૨
 

[આવી ફરીઆદ વજેસંગજીની પાસે આવી. એણે એક મોટી ફોજ મગાવી. કાઠીઓનાં નેસડાં ઉચાળા લૂંટી લીધાં. કાઠીઓની ત્રણે શાખાઓની ટેક છૂટી ગઈ.]

ભૂખ્યા ગિરે ડુંગરે ભમીઆ
સોહડ જોખમિયા ભાઈયાં સાથ,
ગેલો હાદલ ચાંપો ગમિયા
નમિયા નહિ ખૂમાણા નાથ. ૧૮

[બહારવટીયા ભૂખ્યા ભૂખ્યા ગિરના ડુંગરામાં ભમ્યા. બહુ જોખમો ખમ્યાં. ગેલો ખુમાણ, હાદો ખુમાણ, ચાંપો ખુમાણ, વગેરેના જાન ગુમાવ્યા. છતાં પણ ખુમાણોનો નાથ જોગીદાસ ન નમ્યો.

ઠેરોઠેર ભેજીયાં થાણાં
કાઠી ગળે ઝલાણા કોય,
જસદણ અને જેતપર જબરી
ડરિયા મૂળુ ચેલો દોય. ૧૯

[વજેસંગે ઠેર ઠેર થાણાં મોકલ્યાં. કાઠીઓની ગરદન પકડી. જેતપુર ને જસદણ પર પણ જપ્તી આવી. એટલે મુળુ વાળો ને ચેલો ખાચર બન્ને ડરી ગયા.]

મુળુ ચેલો બેય મળીને
અરજ કરી અંગરેજ અગાં,
વજો લે આવ્યો સેન વલાતી
જાતી કણ વધ રહે જગ્યા ! ૨૦

[મુળુ ને ચેલો બન્નેએ મળીને અંગ્રેજ પાસે અરજ કરી કે આ વજેસિંગ ઠાકોરે વિલાયતી સેના-એટલે કે આરબોની સેના ઉતારી. તો હવે અમારો ગરાશ શી રીતે રહેશે ?)

અંગરેજે દીયો એમ ઉતર
સૂતર ચાલો છોડ સ્વભાવ,