પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૮૭
 
૨૦
ઈતિહાસમાં સ્થાન

[સૌરાષ્ટ્ર વિષેનાં ઐતિહાસિક પુસ્તકો પૈકી ફક્ત આ બેમાં આટલો જ ઉલ્લેખ છે. અને તેટલાની પણ પ્રામાણિકતા અચોક્કસ છે. કેમકે એણે ભાવનગર રાજ્યના જ એક અહેવાલનો આધાર લીધો છે.]

કેપ્ટન બેલનું કથન
['History of kathiawar' નામના પૂસ્તકમાંથી]

પાનું ૧૬૮: “હવે વખતસિંહજીનું ધ્યાન કુંડલાના મામલા તરફ ખેંચાયુ. એ મહાલ આલા ખુમાણ નામના કાઠીના હાથમાં હતો. આલાને છ દીકરા હતા: ભોજ, મુળુ, હાદો, લૂણો, સૂરો, ને વીરો: ઈ. સ. ૧૭૮૪માં આલો ખુમાણ મરી ગયો ત્યારે ગરાસની વહેંચણીમાં છ યે ભાઈઓને ટંટો થયો. એમાંના ભેાજ ખુમાણને એમ લાગ્યું કે ખાસ કરીને વહેંચણીમાં એને જ નુકશાની ગઈ, તેથી તેણે વખતસંગજીની પાસે જઈને અમૂક હક્કો રાખીને પોતાના ભાગનો બધો ગરાસ સોંપી દીધો. સોંપીને એ કુંડલે પાછા આવ્યા ત્યારે આવું આચરણ કર્યાને કારણે પોતાના બધા ભાઈઓ પોતાને મારી નાખવા તૈયાર દીઠા. ભોજ ખુમાણે મદદ માટે ભાવનગરની પાસે માગણી કરી. અને વખતસિંહજીએ કુંડલા શહેરનો કબજો લેવા અને ભોજ ખુમાણના હિતને રક્ષવા સારૂ ફોજ મેાકલી. પણ બાકીના પાંચ ભાઈઓ સામા થયા, ને ફોજને પાછી હાંકી મૂકી. આ સ્થિતિમાં બે ભાઈઓ જુનાગઢ ગયા, અને ભોજ ખુમાણે જે લાલચ વખતસિંહજી ગોહિલને આપેલી તેજ લાલચો નવાબ હામદખાનને આપી, પોતાના ભાઇ મૂળુ ખુમાણ સામે સહાય માગી. નવાબે પણ કુંડલા ફોજ મેાકલી, અને એને પણ મૂળુ ખુમાણે હાંકી મૂકી.

હવે જુનાગઢ તો અમરજીના મૃત્યુ પછી અંધાધુંધીમાં પડ્યું હતું. તેથી નવાબને ફરી વાર હલ્લો કરવાના સંજોગો નહોતા, તેથી ઈ. સ. ૧૭૯૦માં વખતસિંહજીને લાગ્યું કે કુંડલા માથે મોટી ફોજ લઈ જઈ, ત્યાં પેાતાની આણ સ્થાપવાની તક છે. ભોજ સિવાયના બીજા તમામ