પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૯૧
 


ઉપરાઉપરી થતા આવા હુમલાઓએ વજેસંગજીને બહુ થકવી દીધા. સાચા જીગરથી એને સુલેહ કરવાની ઈચ્છા થઈ. એટલે એણે કાઠીઓ પાસે કહેણ મોકલાવ્યું કે “જો તમે ભાવનગર આવો તો ફરીવાર સુલેહની વાટાઘાટ કરવા હું તૈયાર છું.”

કાઠીઓ કબૂલ થયા. એક વરસ સુધી વાટાઘાટ ચાલ્યા પછી ૧૮૨૯માં કરારો નક્કી થયા. તેમાં કાઠીઓએ નેસડી, છરા, વીજપડી, ભીમોદરા, મીતીઆળાનો અમૂક હિસ્સો, પોતે રાજ્યને નુકશાન કરેલું તેમાં બદલા તરીકે રાજ્યને આપવાનું કબૂલ કર્યું. આ કરારો મુંબાઈ સરકારને પેાલી. એજન્ટ મી. બ્લેર્ને મોકલ્યા. અને તે મંજૂર થયા.

કીનકેઇડનું કથન
“Outlaws of Kathiawar”

પ્રકરણ ૨ : પાનું ૧૫

“કાઠીઆવાડના બહારવટીયાના મેં ત્રણ વિભાગ પાડ્યા છે : એક ગીરાસીઆ બહારવટીયા, બીજા વાઘેરો, ને ત્રીજા મીયાણા : પહેલાં વિભાગમાં ઘણાં જાણીતાં નામો ગણાય છે, કે જેમાં એક નાજાવાળો (એ નાજાવાળાને એક દુહામાં, વરસાદની ગર્જના સાંભળી પેાતાનો કોઈ હરીફ ગર્જતો માની માથાં પછાડી મરનાર સાદુળા સિંહની સાથે સરખાવવામાં આવ્યો છે અને બીજો આંબરડીનો જોગો ખુમાણ પણ બોલાય છે. આ જોગો ખુમાણ, ખરી રીતે તો બહારવટીયો નહિ પણ બળવાખોર કાઠીઓની ટોળીનો સરદાર હતો. પરંતુ જોગો ખુમાણ તો મને મારા સંશોધનની અંદર મળેલા એક ઉત્કૃષ્ટ દુહા માયલો વીર હતો:

ધ્રુવ ચળે મેરૂ ડગે, *[૧]મહીપત મલે માન
જોગો કીં જાતી કરે, ક્ષત્રીવટ ખુમાણુ


The Stars may fall from heaven's dome,
*The pride of thrones depart :
Yet valour still will make her home
In Joga Khuman's heart.


  1. *'મહદધ મેલે માન જોઈએ' મહદધ : સમુદ્ર