પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કરી બલવંત : આત્મૌદાર્યના ચમકાર : શિયળના વ્રતધારી : શૌર્યની સામે વંદના દેનારા : ભોળા ! મરણોન્મુખ : અડગ ને અણનમ : મહાપ્રાણ : પરંતુ મધ્યમ યુગની પરિમિતતાનાં પીંજરમાં પૂરાયેલા : જ્ઞાનની જ્યોત પહોંચેલી નહિ: અણઘડ્યું રહી ગયેલું વીરત્વઃ પાસા પાડીને તેજસ્વી બનાવનારૂ કોઈ પડખે ન મળે :

૧૭ તેઓનાં પ્રશસ્તિ–ગીતો : રણકાવ્યો : નાના દોહાથી લઈ મોટાં epic નાં અનુકારી કાવ્યો. એ કાવ્યના રચનારા કોણ કોણ ! લૂંટારાનાં ઈનામો લેવાની અધમ લોલૂપતામાંથી જ અવતરેલાં ? કે વીરપૂજા અને શૈાર્ય પ્રેરણાની ભાવનામાંથી પણ જન્મેલાં ?

૧૮ બહારવટીયાને શૂરવીર કહેવા કે નહિ? જગતે વીરત્વનાં બિરદ વડે કોને કોને નવાજેલા છે ? વિશ્વની તવારીખના મહાવીરોથી લઈ નાના મોટા યુદ્ધવીરો, ત્યાગવીરો, દાનવીરો, કલાવીરો, સુધારકવીરો, સ્ત્રીસન્માનના વીરો નક્કી કરવામાં દુનિયાએ કઈ તુલા ને કયાં તોલાં વાપરેલાં છે ? એ તુલા પર બહારવટીયો જોખાય તો તેનું કેટલું વજન ઉતરે છે ? આદર્શ વીરનરો ઇતિહાસના આરંભથી માંડીને આજ સુધી કેટલા ? ઘણાખરા heroes in making: વત્તા ઓછે અંશે.

૧૯. આજનાં તોલાં ત્રાજવાં : મૂડીવાદના હત્યાકાંડો : યુદ્ધ, વેપાર, જાહેર જીવન, કલા સાહિત્ય, પત્રકારિત્વ, સમાજસુધારણા, પાંડિત્ય, વિદ્વતા, વગેરેમાં દાતા-પદે અને નેતા–પદે રાજ કરતા દંભ, દુરાચાર, સંહાર-નીતિ, પ્રજાનો હ્રાસ : તેની સરખામણીમાં બહારવટીયો કેટલો પાપી ઠરવો ઘટે ?