પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૦૭
 


“હા જોધાભા! મકરાણી ખંભે બંદૂકું ટીંગાડીને નીકળ્યા'તા અને પાદરની આંબલી માથે મોરલો બેઠો'તો તેને માથે ગોળી છોડી. મોરલો તો ભગવાનનું વાહન : એનું શાક કરીને બચારા મકા ખાતા'તા ? અમે દોડીને બેય મકાનું જ કાચું ને કાચું શાક સમળીયુંને ખવરાવી દીધું, તેનો બદલો લેવા બચાડો બાપુ સખારામ તોપુંના રેંકડા હાંકી લાવશે !”

“હા આજ અમરાપરનો વારો, ને કાલ બીજાં પચીસે ગામના પાયા ખોદી નાખશે. અને માપાણી ખોરડાના દીવડા જેવા ત્રણે જણા, જોધો, બાપુ ને મુળુ માણેક જેવા દાઢી મૂછના ધણી છતે ઓખો રાંડી પડશે. ખરૂં ને જોધા ?” રવો બોલ્યો.

“અરે, હજી જોજો તો ખરા, રણછોડરાયનાં દેરાંની મૂરતીયુંને માથે પણ ગોળા આફળશે.” વસઈવાળો રણમલ ધૂધકારી ઉઠ્યો.

“તે પહેલાં તો મુળુ માણેકને માથે માથું નહિ હોય બેલી !”

ખુણામાં છાનોમાનો મૂળુ માણેક બેઠો હતો તેણે મૂછે તાવ દઈને પહેલી જ વાર આ વચન કાઢ્યું. કોઈ ફણીધરની ફુંકે જાણે વડલામાં લા લાગી હોય તેવો સુસવાટો થયો.

“ત્યારે હવે પરિયાણ શું કરી રહ્યા છો ? કરો કેસરીયાં"

હાથ ઉપર માથું નાખીને જોધો વિચારમાં પડી ગયો. એણે ધીરેથી કહ્યું, “હજી વાર છે ભાઈ, અથર્યા મ થાવ."

"કાં?"

“ગાયકવાડની બાદશાઈ સામે બાથ ભરાશે ?"

“ગાયકવાડની બાદશાઈ તો રહી છેટી, ઠેઠ વડોદરે, અને આંહી તો લશ્કર વહીવટદારથી તોબા કરીને બેદિલ બેઠું છે. વાઘેરની ફુંકે સૂકલ પાંદડાં ઉડે તેમ ગાયકવાડનો વાવટો ઉડાડી દેશું.”

"પણ ભાઈ ! વાંસે સરકાર જેવો વશીલો છે. પાંચ સો