પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક : મૂળુ માણેક
૧૫૩
 


“બોનબા ! દુઃખથી તો થાક્યો નથી. સાતસો સાતસો વાઘેરોએ કંટાળીને ગોરા પાસે હથીયાર મેલી દીધાં, તેનાથી યે અકળાતો નથી. પણ દેવાના ઓછાયાથી ડરૂં છું. કાકો દેવતાઈ નર હતા. એનાં છેલ્લાં વેણ ઈ તો પેગંબરનાં વેણ લેખાય !”

“ફકર મ કરજે. એવું થાશે તે દિ' દેવ માનો જણ્યો ભાઈ છે, તો પણ હું એનું માથું વાઢી લઈશ."

આમ વાતો થાય છે ત્યાં બાતમીદાર આવી પહોંચ્યો. એનું મ્હોં પડી ગયું હતું.

“શા ખબર છે બેલી ?”

“મુરૂભા ! ધ્રાંસણવેલ રાંડી પડ્યું. રામાભાઈની દેહ પડી ગઇ. આસોભા પણ ગુજરી ગયા. મુલવાસર વાળા મેપા જસાણીને પણ ગોળીના જખમ થયા. અને બાપુએ ને હબુ કુંભાણીએ સરકારને પગે હથીઆર મેલ્યાં.”

મુળુ માણેકે ફરી વાર સ્નાન કર્યું. નવા સમાચાર મળવા ઉપરથી વિચાર કરવા બેસે છે, ત્યાં એક સાંઢીયો આવીને ઝુક્યો. અસવારે આવીને રામ રામ કર્યા.

“ઓહો ! દુદા રબારી ! તમે ક્યાંથી બાપા ?” એમ કહેતો મૂળુ ઉભો થઈને મળ્યો.

“મુળુ બાપુ ! તમારા ભલા સારૂ આવેલ છું. મારે કાંઈ સવારથ નથી. પણ ઓખો રઝળી પડશે એ વાતનું મને લાગી આવે છે. માટે સંતાતો, લપાતો, ચોર બનીને આવ્યો છું.”

“બેાલો ભા !”

કુટિલતાની રમતો રમતી આંખે, કાળા સીસમ જેવો, ટુંકી ગરદન ને બઠીઆ કાનવાળો દુદો રબારી ઈસારો કરીને મુળુભાને એકાંતે તેડી ગયો. કાનમાં કહ્યું કે “બારટન સાહેબ અભેવચન આપે છે, જમીન પાછી સોંપાવી દેવા કોલ દે છે, એક દિવસની પણ સજા નહિ પડવા આપે. માટે સોંપાઈ જાઓ. અટાણે લાગ