પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬
સોરઠી બહારવટીયા : ૨
 

મીયાનને બદલે વડવાઈ વીંટેલી હતી. તલવાર જોઈને ગોરા અમલદારો હસવા લાગ્યા. મૂળુને ટોણો માર્યો કે “એસી તલવારસે તુમ સારે મુલુકકો ડરાતા થા !”

આંખ ફાડીને મુળુએ જવાબ દીધો કે “ભુરીયા ! તરાર તરાર કુરો ચેતો ! તરારમેં કીં નારણો આય ? પાંજો કંડો નાર ! કંડો. [ભુરીયા ! તલવાર તલવાર શું કરે છે ? તલવારમાં તો શું જોવાનું બળ્યું છે ? આ મારૂ કાંડુ જો ! કાંડું.]”

એટલું બોલતાં બોલતાં જુવાન બહારવટીએ પોતાનું લોખંડી કાંડું બતાવ્યું. સાહેબો ભેાંઠા પડીને ચુપ થઈ રહ્યા.

સુડતાલીસ સાથીઓની સાથે મુળુ વડોદરે રેવાકાંઠા જેલ તરફ ચાલી નીકળ્યો.