પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
સોરઠી બહારવટીયા : ૨
 


“આપણે પણ ચોકી પહેરાની વચ્ચે જ દાદાનાં દર્શન કરવાં છે, ભાઈ ! નધણીઆતાને માથે નથી જાવું.”

કંઠાળી મુલક સોના જેવાં અનાજ દેતો હતો, એની બરકતમાં વેપારી વાણીયા ને ખોજા ડૂબી ગયા હતા. ચાલીસ સિંધી જુવાનોનું થાણું માધવપૂરની ચોકી કરતું હતું. બહારવટીયા ઓચીંતા ક્યારે પડશે એ બ્હીકથી આખી રાત “જાગતા સૂજો ! ખબરદાર !” એવા પડકારા થતા હતા. એક દિવસ ઉડતા ખબર આવ્યા કે આજ રાતે બહારવટીયા પડશે. ખરે બપોરે કોટના દરવાજા દેવાઈ ગયા. પણ રાતે કોઈ ન આવ્યું. ખબર આવ્યા કે પાંચ ગાઉ આઘે ગોરશેર નામના ગામે અપશુકન થવાથી બહારવટીયા પાછા વળી ગયા.

માહ મહિનો ચાલે છે. લગ્નસરાના દિવસ છે. બહારવટીયાની ખાનદાની પર ભરોસો રાખી લોકોએ વિવાહ માંડ્યો છે. માધવપૂરને પાદર ભાયા માવદિયાની જાન પડેલી; અને રાતે કેશવા કામરીયાનું ફુલેકું ચડનારૂ હતું. એવે માહ વદ બીજ ને બુધવારે રાતે મુળુ અને દેવાની ટોળી માધવપૂરને ટીંબે માધવરાયને દર્શને ઉતરી.

હથીઆરબંધ નવતર જુવાનોએ પ્રથમ તો ગામ જોવા માટે જાન તથા ફુલેકાની ધામધુમમાં ભળી જઈ દીવાટાણે ગામમાં પગ મૂક્યો. શેરીએ શેરીએ મહાલ્યા. ફુલેકાંવાળા માને છે કે આ નવતર જુવાનો જાનની સાથે આવ્યા છે, અને જાનવાળા જાણે છે કે એ તો ફુલેકાવાળા ભેળા હશે.

ફુલેકાનાં ઢોલ શરણાઈ શાંત થઈ ગયાં. બજારો બંધ થઈ. ગામ નીંદરમાં પડ્યું. તે વખતે બહારવટીયા પોલીસના થાણા ઉપર પડ્યા. બંદુક નોંધીને ઉભા રહ્યા. મૂળુ બોલ્યો “અટાણે હથીઆર છોડી દીયો. નીકર અમારે તો માડુ મારવો ને કુત્તો મારવો બરાબર છે.”

હથીઆર છોડાવી, માણસોને કોઠામાં કેદ કરી, મૂળુએ ચારે દરવાજે ચોકીદાર મૂક્યા. વાઘેર પહેરગીરો એ કડકડતી ટાઢમાં