પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક:મૂળુ માણેક
૧૭૫
 


સાહેબોના તંબુ અને બલુચોની ચોકી, બે ય વચ્ચે થઈને બહારવટીઆ ચાલી નીકળ્યા, પણ કોઈ સળવળ્યું નહિ.

સવાર પડ્યું ને સેનામાં શુરાતન પ્રગટ્યું. બીંગલ ફુંકાણાં. હુકમ છૂટ્યો કે “હાં, ગામ ઉપર હલ્લો કરો.”

સેનાએ શાંતિથી ગામ લુંટ્યું. બલુચોએ અબળાઓની આબરૂ પાડી. એ અત્યાચાર એક પહોર ચાલ્યો.

લુંટ અને બદફેલી ખતમ કરાવીને ગોરાઓ તંબુમાં આવ્યા પોતે બહારવટીયાને કેવી બહાદુરીથી નસાડ્યા તેનો અહેવાલ

તા. ૨૭ : ૧૧ : ૧૮૬૫

લખવા બેઠા.

૨૭

થાણાદેવળી ગામની દરબાર કચારીમાં, લખમણ વાળા દરબારની હાજરીમાં અભરામ નામના મકરાણીએ નીચે પ્રમાણે વાત વારે વારે કહી સંભળાવેલી :