પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
સોરઠી બહારવટીયા:૨
 

એટલા જણાની સરદારીએ ફોજ ઉપડી. ઘોડાંનો ઘેર થઈ ગયો. બંદૂકોમાં કારતૂસ ચડી ગયા. આભ ધુંધળો થયો.

બુટાવદરના કોઠા ઉપરથી ચાડિકાએ ડમરી દીઠી એટલે દેવાને ચેતાવ્યો કે “ દેવુભા, વાર આવતી વરતાય છે.”

ફોજ પહોંચે તે પહેલાં તો કોઠા ઉપરથી ઠેકી ઠેકીને દેવાની ટુકડી ભાગી છૂટી. અને વ્હારે એનો પીછો લીધો. વાઘેરો ઉતરીને વડાળી ગયા. વડાળી થઈને નવાગામ નીકળ્યા. નવાગામના વાડમાં પલટનના માણસો આંબી ગયા. ધીંગાણું થયું. બે વાઘેર ને ત્રણ પલટનીયા કામ આવ્યા, પછી ફોજવાળાએ એાડા બાંધ્યા. સાહેબે આજ્ઞા કરી કે “રાજા બહાદૂર જાલમસંગ ! તમે ફગાસીઆ અને જામવાળીના ડુંગર ઝાલો.”

જાલમસંગ ફગાસીએ ચાલ્યા. અને વાઘેરોએ માછરડાની ધાર ઝાલી.

માછરડાની ધાર તો નાની એવી ટેકરી છે. ચારે બાજુ મેદાન છે. ઉગમણી નદી ચાલી જાય છે. ટેકરી ઉપર કાંઈયે એાથ નથી. ત્યાં વાઘેરોએ ખાડા ખોદીને જેવી તેવી આડશ કરી દીધી.

ત્રણસો હથીઆરધારીઓએ ત્રણ બાજુથી લુંટારાને વીંટી લીધા.

“સાહેબ !” ઉપર પહેાંચવા માટે આકળા થઈ ગયેલા ગોરા સાહેબ લાટુશને રાવ બહાદુર પોપટ વેલજી નામના અધિકારીએ વાર્યા, “સાહેબ ! સાહસ નથી કરવા જેવું, ધીરા રહેજો !”

“હવે વાણીયો થા મા, વાણીયો !” એવો જલદ જવાબ આપીને લાટુશે ધાર ઉપર ઘોડાં મારી મૂકયાં.

ઉપરથી બહારવટીયાની ગોળીએાના મે વરસ્યા. પેડુમાં જખ્મ ખાઈને જુવાન લાટુશ ઘોડા ઉપરથી ઉછળ્યો. નીચે પટકાયો.

ફોજના ગોળીબારે વાઘેરોનો પણ સોથ વાળ્યો. દુષ્ટ દેવોભા પણ છેલ્લે છેલ્લે ખરી બહાદૂરી બતાવતો, જખ્મોમાં વેતરાઈ જઈને ઢાલને ટેકે પડ્યો હતો. બાજુમાં બે જોટાળી બંદૂક હતી. મરતો