પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોધો માણેક:મૂળુ માણેક
૧૮૭
 


પેલો ધીંગાણો પીપરડીજો કીયો ઉતે
કીને ન ખાધી માર, દેવોભા ચેતો
મુરૂભા વંકડા ! ના છડિયાં તલવાર !

પહેલું ધીંગાણું પીપરડીનું કર્યું. ત્યાં કોઇએ માર ન ખાધો.]

લટૂર હેબટજી વારૂં રે ચડિયું બેલી !
ઝલ્લી માછરડેજી ધાર, દેવોભા ચેતો
મુરૂભા વંકડા ! ના છડિયાં તલવાર.

[હેબટ લટૂરની ફોજ ચડી, ત્યારે માછરડાની ધાર પર ચડ્યા.]

જોટો ૨ફલ હણે છાતીએ ચડાયો નાર
હેબટ લટૂર મુંજો ઘા, દેવોભા ચેતો
મુરૂભા વંકડા ! ના છડિયાં તલવાર.

[જોટાળી રાઈફલ છાતીએ ચડાવીને કહ્યું કે જોઈ લેજે હેબટ લટુર ! મારો ઘા કેવો થાય છે.]

દાબે પડખે ભૈરવ બોલે જુવાનો !
ધીંગાણેમેં લોહેણજી ઘમસાણ, દેવોભા ચેતો-મુરૂભા૦

[ડાબી બાજુએ ભેરવ-પક્ષી બોલ્યું છે. માટે આજ તો ધીંગાણામાં લોઢાનાં ઘમસાણ બોલશે. આજ મરશું એવાં શૂકન દેખાય છે.]

ચારે જણા લ્હેરથી ગીત ઝીલવા લાગ્યા. ગાઈને ભૂખદુ:ખ વિસરવા લાગ્યા.

ગાતો ગાતો મુળુ ઝોલે ચડ્યો, નીંદરે ઘેરાણો. ચારે સાથીડાનાં પોપચાં પણ ભારી થવા લાગ્યાં. ભેળો એક જણ ચાડીકો હતો. એને બેસાડ્યો ઝાડ માથે. અને પાંચેને નીંદરે ઢાળી દીધા. લાંઘણો, ઉજાગરા અને રઝળપાટ થકી લોથપોથ થયેલાં શરીરો ઘસઘસાટ નખાઈ ગયાં.