પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

કુંવર ભીમજી વેરે પોતાની કન્યાના સગપણ માટે ઈડર રાજે શ્રીફળ મોકલેલું. ભીમજીએ પિતાને કહ્યું કે “બાપુ ! તમે પોતે જ વધાવો તો ?”

રા'ની નિષ્ઠા ભીમજીને ભાસી ગઈ હશે.

રા' બોલ્યા : “ભાઈ ભીમજી, તો પછી ઈડરનો ભાણેજ કાંઈ ફટાયો રહી શકે ખરો ?”

ભીમજી : “ના બાપુ, નહિ જ. નવાં રાજમાતાને જો દીકરો જન્મે તો મારે રાજ ન ખપે. મારો કોલ છે બાપુ !”

રા' ખેંગારજી પરણ્યા. પુત્ર થયો. એટલે પાટવી કુંવર ભીમજી ૪૫૦ ગામડાં લઈને સરવાની ગાદીએ ઉતર્યો.

કોઇ કહે છે કે ૪૫૦ નહિ, પણ ચાર ચોરાસી : એટલે ૧૩૬ : રા. સા. ભગવાનલાલ સંપતરામ લખે છે કે એક જ ચોરાસી.

ભીમજીના છત્રસંગજી ને સૂરસંગજી થયા, છત્રસંગજીના તે સરવૈયા અને સરસંગજીના તે ચૂડાસમા :

છત્રસંગજી
મેપજીગંગાદાસજી
કવાટજીસોંડાજી
જેસોજીવેજોજી

આખી સરવૈયાવાડ આ બધાની. પણ રા' માંડળિકના સમયમાં જ ઘણો ગરાસ જૂનાગઢે દબાવી દીધો. તેથી બહારવટું મંડાએલું, ગંગદાસજી રા'ની સામે બહારવટે હતા.

ઈ. સ. ૧૪૭૨-૭૩માં માંડળિકને મહમદ બેગડાએ ૫દભ્રષ્ટ કર્યો. મુસલમાનનું તખ્ત મંડાયું. એણે સરવૈયાઓને પોતાનું આધિપત્ય સ્વીકારવા કહ્યું. એટલે બહારવટીયાઓએ નવી સત્તા સામે મોરચા માંડ્યા. વીસ વરસ બહારવટું ચાલ્યું.

આખરે ઇ. સ. ૧૪૯૪માં સમાધાની થંઈ. પાદશાહે ચોક હાથસણીના બે તાલુકા, કુલ ૬૪ ગામ દીધાં. રા. સા. ભગવાનલાલના ઇતિહાસમાં અમરેલી પરગણાનાં ૧૪૪ ગામ આપ્યાં લખેલાં છે.]