પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૦૫
 


ત્યાં તો ઝબકી ગયા. કાન ચમક્યા. અરણ્યમાં આઘે આઘેથી પોતાના નામનો મીઠપભર્યો, ઠપકાભર્યો લલકાર સાંભળ્યો:

૫ડ ધ્રજે પૃથમી તણું, કડકે નેાબત કોય,
જેસા ! સામું ન જોય, કાન ફૂટયા કવટાઉત !

[ઓ જેસા ! આ પૃથ્વીનાં પડ ધ્રૂજે છે. નેાબતો ગાજે છે. છતાં હજુ સામે નથી જોતો ? તારા કાન કાં ફુટી ગયા? ]

જેસા ! સામું જોય, ગડહડી નોબત ગુંજે,
(પણ) કાળહુંદી કોય, કફરી ગતિ કવટાઉત!

[ઓ જેસા ! સામે તો જો. આ નોબત ગુંજે છે. પરંતુ કાળની ગતિ બહુ કપરી છે.]

ત્રેહ ત્રાર્યા ત્રંબાળ (કાં) સાંભળ નૈ સરતાનનાં !
જેસા હજી ન જાગ કાન ફુટા કવટાઉત !
નીંગરતાં નિશાણ, (કાં) સાંભળ નૈ સરતાનનાં
જેસા હજી ન જાણ, કાં કાન ફુટા કવટાઉત !

[ઓ જેસા ! કવાટજીના દીકરા ! આ સુલતાનનાં ડંકા નિશાન તારી પાછળ ગાજતાં આવે છે તે હજુ ય કાં ન સાંભળ ? તારા કાન કાં ફુટી ગયા ?]

આઘે આઘેથી જાણે હવામાં ગળાઈને એવા ચેતવણીના સૂરેા આવવા લાગ્યા. “ભાઈ વેજા ! કો'ક આપણને ચેતાવે છે. કો'ક સમસ્યા કરે છે. ચારણ વિના બીજો હોય નહિ. ભાગો ઝટ વેજલ કોઠે.”

વરસાદમાં અંધારે રસ્તો ન ભાળતા, તરબોળ પલળતા,નદી નાળાં ટપીને બહારવટીયા નાસી છૂટ્યા.

કાળભર્યો પાદશાહ ફોજ લઈને ઠરાવેલી જગ્યાએ આવે તો બહારવટીયા ગેબ થયા હતા. પાદશાહ સમજી ગયા. ફોજમાંથી