પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૦૯
 


“બાપ ! એને મરવા ન દેવાય. પાછા પાઠામાં મેલું છું. એને એનું ઘર છંડાવાય કાંઈ ?"

“અરે દાદા ! જીવાત્યને આમ જીવાડવી ! ફોલીને ખાઈ ન જાય ?"

“પણ બેટા ! બહારવટાંનો ધરમ તો જતિધરમ છે. જીવાત્યને મરવા ન દેવાય. એનાં જતન કરાય."

“તો તો ડીલને ફોલી ખાશે."

“તે સાટુ તો આપણે રોજ પાઠામાં શેર લોટનો પીંડો કરીને ભરીએ: જીવડાં લેાટ ખાય ને કાયા બચી જાય: બે ય વાત સગવડ.”

દુઃખીયો ડોસો લ્હેરથી દાંત કાઢવા લાગ્યો.

ધોળી ફરફરતી દાઢીના કાતરાવાળો દાદો ગંગદાસ સંત સરખો દેખાતો હતો. બહારવટીયાના બાપનો એ સગો કાકો હતેા. જુવાનીથી માંડીને આજ એંશી વર્ષ સુધી એ જુનાગઢ અમદાવાદની સામે ઝૂઝતો હતો. હવે બે ભત્રીજાના દીકરાને તૈયાર કર્યા પછી પોતે થોડો થેાડો વિસામો લેતો હતો. બહારવટાંના ઉંચા ધર્મોની તાલીમ એણે બે ય ભાઈઓને પહેલેથી જ દીધી હતી.

“ દાદા !” જેસાએ કહ્યું, “હવે તો સાવ વિસામો જ લ્યો. આ પાઠા સોતા અમારી સાથે કેટલાક આંબી શકશો ? કયાંય લોટ મળ્યો, ન મળ્યો !”

“ભાઈ ! વિસામો તે આ શરીર શી રીતે માણે ? મન અમદાવાદ-જુનાગઢના કોટ કાંગરા માથે ઠેક દઈ રહ્યું છે. પણ શરીર મનના દોડમાં આંબતું નથી તેથી આંહી બેઠું બેઠું, જાણે રૂંવે રૂંવે શૂળા પુરોવતા હોય એવું આકળું બને છે.

“ દાદા ! હવે પ્રભુભજન !--

“બાપ ! એકવાર અમદાવાદ શેરની બજારમાંથી સાચાં મોતીની માળા ઉપાડી આવું, છેલ્લીવાર પાદશાને જાસો દઈ