પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠી બહારવટીયા:૨
 

“ શી શરત ?”

“અકેકક ગામ ડુંગરી (સુવાંગ) અને પાંચ પાંચ ગામમાં ભાવનગર દરબારના ત્રણ ભાગ : ફકત ચેાથ જ તમારી ખુમાણોની : એમ જો ગરાસ ખાવા હોય તો જ ખાવા દેશું. નીકર ભીંસીને ભાંગી નાખશુ.”

“વાહ ઠાકોર ! કરામત સારી કરી. પછી ? કોણે કોણે કરાર કબુલ કર્યો ?”

“પેલો ભાઈ ભોજ ખુમાણે અને એની વાંસે બાકીના સાતે જણાએ.”

“પીઠાએ, વીરાએ, સૂરાએ, લૂણાએ, તમામે ?”

“તમામે.”

“ડાડા સામત ખુમાણના પોતરાએ ? ખોરડું વેચી નાખ્યું ? બંદુકડીથી બીના ?”

“મરવું દોયલું છે આપા ! ભાવનગરને પોગાય એમ નથી. સુરજ સામી ધુડ ઉડાડવી છે ને ? તમે પણ બેસી જાવ. ઠાકોર કે'વારે છે–"

"કે?"

"કે આપા હાદાને પણ એક ડુંગરી ગામ, ને બાકીના પાંચમાં ચેાથ.”

“નીકર ?”

“નીકર તોપખાનાને મોઢે બાંધશે. ભાઈયુંનું જોર તો હવે ભાંગી ગયું. હવે કોનાં બાવડાં માથે ઝૂઝશો આપા હાદા ?”

“મારા ત્રણે વીરભદરનાં બાવડાં માથે ! મારા ગેલા, ભાણ ને જોગીદાસનાં બાવડાં માથે. ભલે ભોજ કુવાડાનો હાથો બન્યો. ભલે ભાઈયું બેસી ગયા. ભગવાને દીકરા શીદ દીધા છે ? શોભા સાટુ નહિ, મરવા મારવા સાટું. અમે મરશું, પણ ભાવનગરનાં અઢારસેંય ઉજ્જડ કરશું. ઠાકોર દૂધ ચોખાની તાંસળીમાં રોજ