પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૧૧
 

આવે ઘર અહરોતણા જેસંગ વાહળાં જાણ,
(ત્યાં તો) ખોદે લઈ ખરસાણ કબરૂં નવીયું કવટાઉત !

[જ્યારે જેસાજીની ફોજ અસૂરોના-મુસલમાનેાના ઘર ઉપર આવે છે, ત્યારે ખુરસાણોને નવી કબરો ખોદવી પડે છે.]

તેં માર્યા મામદ તણા ત્રણસેં ઉપર ત્રીસ,
(ત્યાં તો) વધીયું વીઘા વીસ, કબરસ્તાનું કવટાઉત !

[ઓ કવાટજીના પુત્ર ! તેં મામદશા પાદશાહના ત્રણસો ને ત્રીસ પઠાણો માર્યા, તેથી શહેરનું કબ્રસ્તાન વીસ વીઘા વધારવું પડ્યું.]

*

મદાવાદ શહેરની હીરામોતીની બજારમાં એક હાટ ઉપર ગંગદાસ ડોસા બેઠા છે. ઘોડાની વાઘ પોતાના હાથમાં જ છે. ઢાલ, તલવાર ને ભાલો પોતપોતાના ઠેકાણાસર જ છે.

પારખી પારખીને ડોસાએ મોતી સાટવ્યાં.

મોતીનો ડાબલો શેઠે એના હાથમાં દીધો. પલકમાં બુઢ્ઢો રજપૂત છલાંગ મારી ઘોડાની પીઠ પર પહોંચ્યો. ઝવેરી બેબાકળો બનીને દોડ્યો અને બોકાસાં દીધાં કે “અરે દરબાર ! મોતીનો આંંકડો ચૂકવતા જાવ !”

“આંકડો ચૂકવશે મામદશા બા'દશા ! કહેજે કે કાકો ગંગદાસ મોતી સાટવી ગયા છે, એનાં મૂલ જો એ નહિ ચૂકવે તે હું એનો મોલ ફાડીશ.”

એટલું કહીને ડોસાએ હરણની ફાળે ફાળ ભરવાનો હેવાયો ઘોડો ઠેકાવ્યો અને વેપારીઓનાં બૂમરાણ વચ્ચે કેડી કરતો, ઉભી બજાર ચીરીને બુઢ્ઢો નીકળી ગયો. માર્ગે આડા ફર્યા તેમાંના કૈંક પઠાણ પહેરગીરોનાં માથાં તલવારે રેડવતો રેડવતો ડોસો જાણે ગેડીદડાની રમત રમતો ગયો.