પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૨
સોરઠી બહારવટીઆ:૨
 


રાત પડતાં પાછા એ જ ઠેકાણે જઈ બન્ને ભાઈ ઉભા રહ્યા: એ જ દરબારગઢઃ એ જ ચોપાટઃ એ જ જુવાનઃ એ જ રાંધીને પિરસનાર રંભાઃ એની એ જ પથારી !

વાળુ કરીને ઉભા થયા એટલે બે ય મુસાફરો એ જુવાનની આડા ફરીને ઉભા રહ્યા. અને પૂછ્યું “બોલો, કોણ છો તમે ? ને આખી રાત કણક્યા છો કેમ ?"

“તમને એ જાણીને શો ફાયદો છે.”

“અમે રજપૂતો છીએ, જેનો રોટલો જમ્યા એનું દુ:ખ ટાળીએ નહિ તો મરવું પડે.”

“જુવાનો !” ભાલા જેવી તીણી નજર નોંધીને ઘરધણી બોલ્યો. “જુવાનો ! ડરશો નહિ ને ?”

“ડર્યા હોત તો પાછા શીદ આવત ?”

છાતી ચીરી નાખે તેવો ભયંકર સ્વર કાઢીને જુવાન બોલ્યો. અંદરથી આંતરડાં કપાતાં હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો કે “જુવાનો ! હું માંગડા વાળો !"

“માંગડા વાળો ! ! !"

મુસાફરોના મ્હોમાંથી ચીસ નીકળી ગઈ.

“હા, હું ધાંતરવડીનો ધણી માંગડો : કમોતે મુવો. ભૂત સરજ્યો છું. વણિક-પુત્રી પદમાને લઈને આંહી એનાં લોહી ચૂસતો વસ્યો છું. તે દિ' ચાડવા બાયલની બરછી ખાઈને હું પડ્યો. એ બરછીની કરચ મારી છાતીના હાડકામાં વીંધાઈને ભાંગી ગઈ. હજી એ હાડકું ને એ બરછીની કરચ આ વડલાની વાડ્યમાં દટાઈને પડ્યાં છે. એ બરછીની કરચ મારી છાતીમાં દિવસ ને રાત ખટકે છે. તેથી કણુકું છું ભાઈ !”

“એનો ઇલાજ શો ?”

“તમારાથી બને તો તમે હાડકુ ગોતીને બરછીની કરચ કાઢો, ને મારાં હાડકાં દામા કુંડમાં પહોંચતાં કરો, નીકર આ