પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૪
સોરઠી બહારવટીઆ:૨
 


“બીજું તે કોણ ભમતું હોય ? બિચારા મારા ભાઈઓ, જેને માથે તમ સરખા સૂબાનું વેર તોળાઈ રહ્યું છે !"

“કોણ ? જેસો વેજો !”

“હા ખાવંદ ! તમારા તો બારવટીયા, પણ મારા તો જીભના માનેલા સાચા ભાઈઓ ! ”

“બેગમ ! અટાણે મને એનું શુરાતન સમજાય છે. આવી ભયંકર રાતે શું એ વગડો વીંઝતા હશે ? બખોલોમાં સુતા હશે?”

“બીજુ શું કરે, ખાવીંદ ! તમે એને સુવાનું બીજું ઠેકાણું ક્યાં રહેવા દીધું છે !”

“હુરમ ! અટાણે એ બેય ભાઈ હાજર થાય તો માફી આપું ! ગામડાં પાછાં સોંપીને બારવટુ પાર પાડું ! એવું મન થઈ જાય છે."

“અરેરે ! અટાણે એ આંહી ક્યાંથી હોય !”

“સાદ તો કરો ?”

“અરે ખાવંદ, મશ્કરી ?”

“ના, ના, મારા સમ, સાદ તો કરો !”

ઝરૂખાની બારીએ જઈને રાણીએ અંધારામાં સાદ દીધો ? “જેસાજી ભાઈ ! વેજાજી ભાઈ !"

નીચેથી જવાબ આવ્યો “બોલો રાણી મા ! હાજર છીએ.”

“ઓહોહોહો ! ભાઈ અટાણે તમે આંહી ક્યાંથી ?”

“પાદશાની રખેવાળી કરવા, બો'ન !”

“પાદશાની – તમારા શત્રુની રખેવાળી ?”

“હા બોન !”

"કેમ ?"

“અમારે માથે આળ ચડે તે બ્‍હીકે."

“શેનું આળ ?”