પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૨૫
 


“તે દિ' બોનને પાદશા કાપડામાં દીધેલો છે. કોઈ બીજો દુશ્મન આવીને માથું વાઢે, તો નામ અમારાં લેવાય ! અમે રહ્યા બારવટીયા ! અમારી મથરાવટી જ મેલી બોન ! અમારા માથે જ કાળી ટીલી આવે ! અમારૂં ખોટું નામ લેવાય એ કેમ સંખાય ?”

“વાહ રે મારા વીરાઓ ! રોજ ચોકી કરો છો ?”

“ના બો'ન ! આવી કોઈ ભયંકર રાત હોય તે ટાણે જ.”

મામદશાહે કનોકન આ વાતચીત સાંભળી. અટારી પરથી કુદી પડીને એ રજપૂત-વીરને ભેટી લેવાનું દિલ થયું. છાતી ફાટવા લાગી. પાદશાહ બોલ્યા :

“જેસાજી વેજાજી ! સવારે કચારીએ આવજો. આપણે કસુંબા પીવા છે."

“પાદશા સલામત ! તમારો પરદેશીનો ભરોસો નહિ. રાજમાંથી કોઈને હામી થાવા મોકલજો કાલે, બોરીઆને માળે.”

એટલું કહીને બહારવટીયા ચાલી નીકળ્યા.[૧]

૧૦

ચાવ્યો ચવાણો નહિ, ભાંગ્યો નો ભંગાય
મામદના મુખમાંય થીઓ કાંકરો કવટાઉત !

[અન્નના કોળીઆમાં જેમ કાંકરો આવી ગયો હોય, એ જેમ ચવાય કે ભંગાય નહિ, અને બહાર જ કાઢવો પડે, તેમ કવાટજીનો પુત્ર


  1. *કોઈ કહે કે એ જવાબ આપનારા બહારવટીયા નહોતા, પણ માંગણાવાળાનું પ્રેત હતું. [જુઓ રસધાર : ભા. ૫ : પૃ. ૧૯૧ ]