પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જેસોજી વેજોજી
૨૨૭
 


“પૂર્યાં પૂર્યાં ! અમારા લાલચંદ શા ને પદમશી ઝવેરી જોયા છે ? દગો થયા ભેળી તો આખા અમદાવાદમાં હડતાળ પડાવે, હડતાળ, ત્રણ દિ' સુધી હીરા મોતી ને રેશમનાં હાટ ઉઘડે જ નહિ.”

“હા, હો ! ઈ ખરૂં. મા'જન હડતાળ પડાવે, ત્રણ દિ સુધી રાજને બકાલું, તેલ કે લોટ ક્યાંઈ લાખ રૂપીઆ દેતાં ય મળે નહિ. બેગમુને ફુલના હાર ગજરા ય ન મળે ને !”

“તો તો પાદશાહ બાપુ આવીને મા'જન આગળ હાથ જ જોડે હો બે'ન ! હડતાળ કાંઈ જેવી તેવી વાત છે ?”

વાતો સાંભળીને બહારવટીયા શ્વાસ લઈ ગયા.

“મોટા ભાઈ !” વેજો બોલ્યો, “આ મહાજન આપણા જામીન ! પાદશા દગો કરશે તો આપણા હામી હડતાળ પાડશે ! હાટડાં વાસીને પાછલે બારણેથી વેપાર કરશે ! વાહ હામી ! પણ એમાં નવાઈ નથી. જેની બેન-દીકરીયું આમ બેમરજાદ બનીને પાટલીએ બેસે, એના બાપ બેટાથી બીજુ શું બની શકે ? હડતાળું પાડશે ! હાલો ભાઈ પાછા ! હેમખેમ બહાર નીકળી જાયેં. અાંહી જો ડોકાં ઉડશે તો માજન હડતાળ પાડશે !”

“ભાઈ ! બાપાં ! સથર્યો રહે. આકળો થા મા. તેલ જો ! તેલની ધાર જો ! જોવા આવ્યા છીએ તો પૂરૂ જોઈને પાછા . વળીએ.”

અંધારાની ઓથે ઓથે બહારવટીઆ આગળ ચાલ્યા. ઘુમતાં, ઘુમતાં, ઘુમતાં એક બીજો લતો આવ્યો. મકાનોનાં બારીબારણાં આડા ચક લટકતા દીઠા. નજીવા નગરીમાં પ્રેત ફરતાં હોય તેવી સફેદ બુરખામાં ઢંકાએલી, પગમાં ચટપટ બોલતા સપાટ વાળી કોઈ કોઈ આબોલ ઓરત ક્યાંઇક વરતાતી હતી.

“ભાઈ ! પઠાણવાડો લાગે છે.”

ત્યાં તો આઘેરેક ગઢની રાંગને અંધારે ઝીણો કલબલાટ ઉઠ્યો :