પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૮
સોરઠી બહારવટીયા:૨
 


“હાય ખુદા ! કોઈ મરદ”

“હાય હાય ! આપના મું દેખેગા !”

“અબ કહાં જાય !

“યે કાંટેમેં "

“યે કૂવેમેં.”

બહારવટીઆ નજીક પહોંચ્યા ન પહોંચ્યા ત્યાં તો કૂવામાં ધબકારા સંભળાયા, અને પાંચ દસ બાઈઓને ઉંધે મ્હોંયેં કાંટાના ઝાળામાં પડતી દીઠી.

સડેડાડ પગ ઉપાડતા બે ભાઈ દૂર નીકળી ગયા.

જેસો બેાલ્યો “ભાઈ વેજા ! આ બીબડીયું ભાળી ? એનાં મલાજો ને કુળલાજ જોયાં ?”

“હા ભાઈ ! આના પેટમાં પાકેલાઓ જો હામી થાય, તો હડતાળું ન પાડે, પણ માથાં આપે. અસલ પઠાણોનું લોહી તે આનું નામ. મલીદા સાટુ વટલેલાની વાત હું નથી કરતો.”

“ત્યારે પાદશાહની ફોજમાં પણ અસલ લોહીના પઠાણો રહે છે ખરા. બધા ય બાંડાઓ નથી લાગતા. ”

૧૧

"શેઠીઆવ ! તમારી અમારે માથે મોટી મહેરબાની થઈ. પણ પાદશાને જઈને કે'જો કે માજનના હામીપણા માથે તો અમે નહિ આવીએ.”