પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨
સોરઠી બહારવટીયા:૨
 

નહિ- કુંવર પોતે જ કાકાને તેડવા ગયો. ત્યાં રાતે કાકાએ એનું ફુલેકું ચડાવ્યું, મોડી રાતે થાકેલો રણમલ કાકાને ખોળે માથું નાખી સૂઈ ગયો. તે વખતે કાકીને દીકરાનું વેર સાંભર્યું. કંઈક બહાને વેજાજીને બહાર મેાકલી પેાતે એ પોઢેલા રણમલની હત્યા કરી:

રોયું રણમલીયા, માથે કર મેલે કરે
સરઠું સરવૈયા, તું જોખમતે જેસાઉત !

[ હે જેસાના પુત્ર રણમલ ! તું મરતે આખી સોરઠ શિર પર હાથ મૂકીને રડી. ]

વેજાજીને જાણ થઈ. ઘણા વિલાપ કર્યા. સ્ત્રીને ફિટકાર દઈ પોતે વેજળ કોઠે રહેવા ચાલ્યા ગયા. પણ રણમલના મામા મોસાળું લઈને આવેલા તેએા પેાતાના ભાણેજના ઘાતકનો જાન લેવા ચાલી નીકળ્યા. તેઓને પાછા વાળવા પ્રયત્ન કરતો, ઘણું ઘણું મનાવતો, કરગરતો, ક્ષમાવીર જેસોજી પણ સાથે ચાલ્યો. વેજળ કોઠા પાસે પહોંચ્યા ત્યારે જેસાજીએ પોતાના ઝનુની સગાઓને કહ્યું કે “ઘડીક થોભો. હું છેલ્લી વાર મારા ભાઈને મળી આવું.”

એટલો સમય માગીને એ વેજળ કોઠે ચાલ્યો. જોયું તો જેસાધાર પાસે વેજોજી ભાલો લઈને એક સૂવરની પાછળ શિકારે નીકળેલ છે. સૂવર ઝપટમાં આવતો નથી.

“હાંઉ ભાઈ !” જેસો આડો પડીને ઉભેા રહ્યો, “તું હવે એને ન માર. એ રણમલનો જીવ હશે. અને રણમલ અટાણે તારે ભાલે ચડી બેઠો છે.”

વેજોજી નીચે ઉતર્યો. પોતાના ક્ષમાવંત ભાઈને ભેટી પડ્યો.

જેસો બેાલ્યો “ ભાઈ વેજા ! લાખ વાતે ય તને રણમલના મામાઓ જીવવા નહિ આપે. અને તું મુવા પછી મારે જીવીને શું કરવું છે ? માટે પરાયે હાથે કપાવા અને કમોતે મરવા કરતાં બેય જણા આંહી જ અરસપરસ મરીને એક જ સાથરે સજાઈ કરીએ. જીવ્યા ત્યાં સુધી ભાઈઓ જ હતા, મોત વખતે પણ માડીજાયા જ રહીએ. ”

વેજો માથુ નમાવીને બોલ્યા, “ભલે ભાઈ, પહેલો મને જ મારી નાખીને તમારા હાથ ઠારો.”

“ના વેજા ! એમ,નહિ, પ્રથમ, તું મને ઘા કર. પછી હું મરતો મરતો પણ તુને મારીશ.”