પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨
સોરઠી બહારવટીયા:૨
 

પરનારી પેખી નહિ, મીટે માણારા !
શીંગી ૨ખ્ય ચળીયા, જુવણ જોગીદાસીઆ !

[ હે જુવાન જોગીદાસ ! શુંગી ઋષિ જેવા મહા તપસ્વીઓ પણ પરસ્ત્રીમાં લપટી પડ્યા, પરંતુ હે ભાણા ! તેં તો પરાયી સ્ત્રી પર મીટ સુદ્ધાંયે નથી માંડી.]

બે જણા વાતો કરે છે :

“ભાઈ, આનું કારણ શુ છે ?"

“શેનું ભાઈ ?”

“જોગીદાસ ખુમાણ જ્યાં જ્યાં દાયરામાં બેસે ત્યાં ત્યાં ગામની બજાર તરફ પારોઠ દઈને જ કેમ બેસે છે ! અને માથે ફાળીયું કેમ એાઢી રાખે છે ?”