પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૮
સોરઠી બહારવટીયા:૨
 


“હા બા, હવે ચડીએં.”

તે અરસામાં જ એક માણસ જસદણની ડેલીએ આવ્યો. આવીને કહ્યું કે “દરબાર ! તમારા ચોર દેખાડું.”

“તું કાણુ છો?"

“હું જોગીદાસનો જોશ જોવાવાળો.”

“આંહી ક્યાંથી ?”

“તકરાર થઈ, મને કાઢી મેલ્યો. હાલો દેખાડું.”

“ક્યાં પડ્યા છે ?"

“નાંદીવેલે : ભાણગાળામાં”

“કેટલા જણ છે ?"

“દસ જ જણા.”

“વાહ વા ! કાઠીયું ! ઝટ ઘોડાં પલાણો. અને ગાંગા બારોટ, તમારે પણ અમારી હારે આવવાનું છે.”

“બાપુ ! મને તેડી જવો રહેવા દ્યો." ગાંગો રાવળ હાથ જોડીને બોલ્યો.

“ના, તમારે તે આવવું જ પડશે. અને જેવું જુવો એવું અમારૂં પરાક્રમ ગાવું પડશે.”

એક સો ને વીસ અસવારે શેલો ખાચર ચડ્યા. લીલા પીળા નેજા ફટકતા આવે છે. આભ ધુંધળો થાય છે. જોગીદાસને દસ માણસે ઝાલી લેવો એ આપા શેલાને મન આજ રમત વાત છે. સાથે પોતાના આશ્રિત ગાંગા રાવળને લીધો છે. પોતાના જશ ગવરાવવાનો એને કોડ છે.

ભાણ ગાળાની ભેખો ઉપર એક સો વીસ માણસોની ધકમક ભાળતાં જ જોગીદાસ ઘોડે પલાણી દસે માણસો સાથે ચડી નીકળ્યો. નાનેરા ભાઈ ભાણે હાકલ કરી કે