પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોગીદાસ ખુમાણ
૬૩
 

ઝાટકીયો દસ ઘોડે ઝીલો
છો વીસુંથી ભાગ્યો, શેલો !

[આલા ખુમાણનો પૈાત્ર ભાણ જોગીદાસ તો અલબેલો છે: માટે હે ખાચરો ! તમે બીજે કયાંઈક જઈને રમત રમો ! દસ જ ઘોડે ભાણ જોગીદાસે ઝપાટો માર્યો, ત્યાં તો છ વીસુ (એકસો વીસ) ઘોડા સાથે શેલો ખાચર ભાગી નીકળ્યો.]

“લ્યો બાપ ! આ ગીત !”

ગીત પૂરૂં થયું. શેલા ખાચરે આંખો લાલ કરી ગાંગાને કહ્યું “બારોટ ! હવે જસદણમાં રે' તો ગા' ખા !”

“ધુડ પડી મારા રહેવામાં !" કહીને ગાંગો ચાલી નીકળ્યો.

૧૬

લવારનો ફડાકો બોલ્યો, કે તૂર્ત જોગીદાસે ઘોડી થોભાવી. પાછળ જોયું. પૂછ્યું “શું થયું ભા ! ફડાકો શેનો સંભળાણો ?”

માણસોનાં મોઢાં ઝાંખા ઝબ પડી ગયાં હતાં. કોઈએ જવાબ ન દીધો.

“નક્કી કાંઈક કાળો કામો કર્યો લાગે છે.”

જોગીદાસે ઘોડી પાછળ લીધી. જઈને જોયું. એક કણબીને તરવારને ઝાટકે મરતો, તરફડતો દીઠો.

“આ કોણ ભાઈ ?”

“આપા ! આ મૂળા પટેલનો દીકરો: જે મૂળા પટેલે આપણા કુંડલા માથે ઠેઠ રાજુલાથી રાજની તોપું ખેંચીને આણી દીધી'તી અને જેના ચાળીશ ઢાંઢા ઈ તોપખાંનું તાણતાં મરી જવાથી ઠાકોરે આપણું જૂના સાવર ગામ દઈ દીધું, ઈ કમતીયાનો આ છોકરો.”