પૃષ્ઠ:Sorathi Baharvatiya-2.pdf/૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
સોરઠી બહારવટીયા:૨
 

જુધ કરવા કારણ રણ ઝૂટા
સાંકળ તોડ્ય બછૂટા સિંહ,
માંડે ખેધ બેધ ખુમાણો
લોહ તણો સર જાણે લીંહ. ૨

[યુદ્ધ કરવાને કારણે બહારવટીયા રણમાં ધસ્યા. જાણે સિંહ સાંકળ તોડીને વછૂટ્યા. ખુમાણેાએ મરણીયા થઈ વેર માંડ્યું. જાણે એ તો લોઢાની ઉપર આંકેલ લીંટી ! ભૂંસાય જ નહિ.]

કસંપે ખોયા મલક કાઠીએ
કરિયોયે ઘરમાં કટંબ કળો;
સાવર ને કુંડલપર સારૂ
વધતે વધતે વધ્યો વળો. ૩

[પરંતુ કાઠીઓએ કુસંપને કારણે મુલક ખોયા. ઘરની અંદર જ કુટુંબ-કલહ કર્યો. સાવર ને કુંડલા માટે વેર વધવા જ લાગ્યાં.]

મત્ય મુંઝાણી દશા માઠીએ
કાઠી બધા ચડ્યા કડે,
ચેલો ભાણ આવીયા ચાલી
જોગો આવધ અંગ જડે. ૪

[પણ માઠી દશાને લીધે તેઓની મતિ મુંઝાણી. કાઠીઓ બધા કડે ચડ્યા. જસદણનો ચેલો ખાચર અને ભડલીનો ભાણ ખાચર આવ્યા. તે વખતે જોગીદાસ અંગ પર આયુધ કસતો હતો.]

વેળા સમે ન શકિયા વરતી
ફરતી ફોજ ફરે ફરંગાણ,
ભાયું થીયા જેતપર ભેળા
ખાચર ને વાળા ખુમાણ. ૫

[કાઠીઓ સમય ન વર્તી શક્યા. ચોફેર અંગ્રેજોની ફોજ ફરતી હતી. છતાં બધા ભાઈઓ જેતપરમાં ભેળા થયાં. ખાચર, ખુમાણ ને વાળા, ત્રણે.]