પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


“તેઓ બહારવટીયા હતા. ધનુર્વિદ્યાની કુશલતાએ જેમ રોબીનહૂડને તથા તેના સાથીઓને મધ્યપ્રદેશમાં સુપ્રસિદ્ધ કરેલા, તેમ આ ત્રણેને પણ ઉત્તર હિન્દમાં નામાંકિત કર્યા હતા, તેઓનું રહેઠાણ કારલાઈલ શહેરથી નજીક ઈંગલવૂડના જંગલમાં હતું.”

તેઓની કથા કહેતું લાંબુ લોકગીત આ રીતે ચાલે છે :

They were outlawed for venision,
These yeomen every one
They swore them brethren upon a day,
The Englyshe wood to gone.

આ ત્રણે જણાને રાજાજીના જ એકલાના ભોજન માટે જંગલમાં રક્ષાતાં ૫શુ (હરણાં)ઓનુ માંસ ખાવાના ગુન્હા બદલ બહારવટીઆ જાહેર કરવામાં આવેલા. એક દિવસે તેઓએ મળીને ભાઇબંધીના સોગંદ લીધા અને ઈંગલવુડના જંગલમાં જઈ રહેવાને નિશ્વય કર્યો.

રહે છે. રાજાને ખાવાનાં હરણાં મારીને ખાયપીએ છે. લુંટે છે. એ ત્રણેની ચોપાસ ચોકીપહેરા ગોઠવાઈ ગયા હતા. એમાં વીલીઅમને અડ૫ ચડી કે “ભાઈઓ, મારાં બાળબચ્ચાંને હું મળી આવું.”

If that I come not to-morrow brother,
By prime to you again,
Trust you then, that I am taken,
Or else that I am slain.

[જો કાલ સવારના પહોરમાં હું અહીં ન આવી પહોંચું, તો જાણજો ભાઈઓ, કે કાં તો હું પકડાયો છુ ને કાં કતલ થઈ ગયો છું.]

તીરકામઠું લઈને વીલીઅમ ઉપડ્યો. પોતાના ગામમાં રાત્રિયે પહોંચ્યો. ઘરના દ્વાર પર ટકોરા દીધા :

Where be you fair Alice, he said,
My wife and children three ?
Lightly let in thy own husband,
William of Cloudeslee.

એણે સાદ કર્યો: “તું કયાં છે ઓ મારી રૂપાળી એલીસ ? ઓ મારી સ્ત્રી અને મારાં ત્રણ બચ્ચાં ! ધીરેથી કમાડ ખોલ અને તારા ધણી ક્લાઉડેલીવાળા વીલીઅમને અંદર લઈ લે.

એની વ્હાલી સ્ત્રી એલીસ આવી, દ્વાર ઉઘાડ્યું, ફાળે જઇને બોલી: