પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઇતિહાસમાં ઉલ્લેખ

કીનકેઈડ કૃત “આઉટલૅાઝ ઑફ કાઠીઆવાડ'માં એક શબ્દ પણ નથી. મર્હૂમ જસ્ટીસ બીમન (બેામ્બે હાઈકાર્ટ) પેાતાના “Recollection of old Days in Kathiawad” નામના લેખમાં [Sanj vartman New year Number : 1910] લખે છે કે

“Kadir Baksh too, cruel and hypocritical as Raide, but not so cowardly, the terror for more than one year of the Gir Jungle and the plains that fringed it.

તે ઉપરાંતનું એમનું લખાણ આ વૃતાંતમાં છૂટક છૂટક ફુટનોટો તરીકે મૂકાએલ છે.

કેપ્ટન બેલ કૃત “હિસ્ટરી એાફ કાઠીઆવાડ ”માં ૨૪૧-૨૪૨ મા પાના પર ટુંકો ઉલ્લેખ છે તેની મતલબ આટલી જ છે કે

૧. ઇણાજ ગામનો ભોગવટો કરનાર મકરાણીઓએ રાજ્યથી સ્વતંત્ર થવાનો દાવો કર્યો. તેઓએ અમૂક ઇણાજવાસીએ કરેલી ગંભીર ગુન્હાની તપાસ માટે ત્યાં જનાર જુનાગઢ પોલીસને પ્રવેશ ન કરવા દીધો.

૨. રાજ્યે પોતાના હક્કના રક્ષણ માટે એજન્સીની મદદ માગી. મકરાણીઓને ચેતવણીનો સંદેશો મોકલાયો. તેએાએ કાસદનું અપમાન કર્યું.

૩. ઈ. સ. ૧૮૮૪ ના ઓગસ્ટ માસની ૪ થી તારીખે ૬૦ સવાર અને ૧૫૦ પાયદળની ફોજ ઇણાજ પર મોકલવામાં આવી. કર્નલ સ્કૉટ સાથે ગયો. પચીસ મકરાણી અગ્રેસરોને હથીઆર છોડવાને જુનાગઢની હકુમત સ્વીકારવા કહાવ્યું. મકરાણીઓ હા કહીને પાછા ફરી ગયા, ફોજ પર ગોળીબાર કર્યો. છેવટે ફોજે ગામને ઉડાવ્યું. મકરાણીઓને પક્ષે છ મરાયા, ત્રણ ધવાયા. ફોજ પૈકી સાત મરાયા ને પંદર ઘવાયા.

૪. છ-સાત મકરાણીઓ ભાગી છૂટ્યા. બહારવટે નીકળ્યા. તેઓએ ૮૧ ગામડાં ભાંગ્યાં. ૨૧ ખૂનો કર્યાં, ને ૯૮નાં નાક કાન કાપ્યાં.

૫. ૧૮૮૭ માં તેઓ મકરાણ તરફ ભાગી જતાં પકડાયા. તેએાને ફાંસીની સજા મળી.