પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
સોરઠી બહારવટીયા : ૩
 

આજ ભર્યે ભાદરવે એણે આજ્ઞા દીધી કે “ભાઈ સામત સોલંકી, પુંજા આયર, ફુલી ડોશી, તમે સહુ આજ ને આજ તમારાં ઢોર ઢાંખર અને ઘરની ઘરવખરી લઈને નીકળી જાઓ. કાલે આંહી તોપો ચાલશે.”

“ભલે ને તોપું ચાલતી બાપુ ! અમે તમને મેલીને કેમ જાયેં ?” અલીમહમદ ઉપર હેત રાખનાર વસ્તીએ ભેળા મરવાની હિમ્મત બતાવી. વસ્તીનાં લોકો કેટલા યે દિવસથી આખો મામલો સમજ્યે જતાં હતાં અને આજે તેઓને અલીમહમદના એક વેણમાં જ પૂરો ઘાટ સમજાઈ ગયો.

“ના ભાઈ, ભીંત હેઠળ ભીંસાઈને તમારે મરવાની જરૂર નથી. મારાં તો મુકદ્દરમાં હશે તે થાશે, તમે સહુ નીકળી જાઓ. આજ ને આજ ક્યાંઈક પડખેના ગામોમાં પહોંચી જાઓ.”

“બાપુ ! અમે નીકળીએ તો ઇણાજ લાજે.”

“ઇણાજ નહિ લાજે. હું ઠીક કહું છું. મારે કાંઇ ધીંગાણે ઉતરવું નથી. સરકાર સામી લડાઈ નથી માંડવી. હું તો મરવા માગું છું ને ઇણાજની લાજ સાચવવા હું એકલો આંહી બેઠો


    બીડું ઝડપ્યું ને આરબોનો પીછો લીધો. ગીરના નીકળ્યા વાળાકમાં, વાળાકથી ગોહિલવાડ ને ત્યાંના ભાલમાં, અને ત્યાંથી પેટલાદમાં આવ્યા. પેટલાદની બજારમાં ધીંગાણું થયું. આરબોએ મકરાણીઓને લુંટનો અડધો ભાગ આપવાનું કહ્યું પણ તેઓ ન ખૂટયા. એવી તો ખુનખાર લડાઈ થઈ કે મકરાણી ચાઉસો પોતાના પેટના દીકરાઓની લોથોની આડશ લઇને લડ્યા. આરબોને પકડી, લુંટના માલ સહિત જુનાગઢ લાવી નવાબ સન્મુખ હાજર કર્યા. એ વીરત્વ બદલ મકરાણી ચાઉસોને નવાબે ઇણાજ ગામ ઈનાયત કર્યું. આમ સુખ સાંપડવાથી આ જમાદારોએ મકરાણામાંથી પોતાના સગાંસાંઈઓને તેડાવીને રાખ્યાં. નવા આવનારમાંથી જમાદાર અલીમહમદ ને વલીમહમદ નામે બે ભાઈઓ બહુ જોરદાર નીવડ્યા. મકરાણામાં એ રાજ કરનારી કોમ-એટલે કે ત્યાંના કાંટીઆ વરણ-રિન્દ