પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
સોરઠી બહારવટીયા : ૩
 

વીજળીનો ભો કેવો : ટાંટીઆ ઢસરડીને મરવા કરતાં અમારા બાપુને પડખે રહી તોપે ઉડીએ, તો સદ્દગતિએ જવાયને ! અમે તો આંહી જ પડ્યા છીએ. ભલે આવતી તોપું.”

બેટા અબ્દ રહેમાન !” વલીમહમદે પોતાના પાંચ દીકરા માંહેલા એકને બોલાવી કહ્યું : “આપણા ભાઈ ભત્રીજાને આજ ને આજ ભેળા કરો. તરસલીએથી ભાણેજોને, એમણાબુના ત્રણે દીકરા અલાદાદ, ફકીરમામદ અને દીનમામદને. તેડાવી લ્યો.”

“પણ અબાજાન ! એની સાથે તો અદાવત છે ને ?”

“હવે અદાવત ખતમ થાય છે. ખુદાને ઘેર જાતાં જાતાં દોસ્તી કરી લેવા માગું છું. જલ્દી સાંઢીઓ રવાનો કરો.”

"બીજા કોને ?”

“જમાદાર સાહેબદાદને સનવાવ ખબર ભેજો.”


જમાદાર અલીમહમદ અને વલીમહમદ વિદ્વાન, વિચારશીલ અને દીર્ઘદૃષ્ટા પુરૂષો હતા ખરા, પરંતુ પાચે આંગળીઓ સરખી ન હોય એટલે જુવાનીયા વર્ગમાં કોઈ ઉદ્દ્ંડ માણસો પણ હશે અને તેમના તરફથી આળવીતરા વર્તનની સાધારણ ફરીઆદ કોઈ કોઈ વાર બહાર પડતી. બીજી બાજુ રાજના અમલદારોને પણ ઇણાજ ગામ આંખોના કણાની માફક ખટકતું હતું.

એ અરસામાં આવી વસતી-ગણત્રી: સને ૧૮૮૧નું વર્ષ: ગામનાં માથાં ગણાય–બાઈ બેન, વહુ દીકરી, બધાનાં માથાં ગણાય ! નક્કી એમાં “ફીરંગી” સરકારની કાંઇક છુપી કરામત હોવી જોઈએ ! આવી આવી શંકાને વશ થઇ ત્રણ કાળમાં ય તેમ ન થવા દેવાનો તેઓએ (ઇણાજ વાળાઓએ) પાકો નિશ્ચય કર્યો. મામલો તો આ વખતે જ વિફર્યો હતો, પણ ડાહ્યાંં માણસોએ વચ્ચેથી તોડ કાઢ્યો કે પ્રભાસ