પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદુ મકરાણી
૫૫
 


“સનવાવ તો અઢાર ગાઉ થાય. કોણ મઝલ કરી શકશે ?”

“આપણા કરસનજી ગામોટ કરી શકશે, એને દોટાવો. અને અમરાપર ભાઈ કાદરબક્ષ તથા અબાબકરને કહેવરાવો. છેલ્લી વારનો કુટુંબમેળો કરી લઈએ. કાલે તો ખુદાના દરબારમાં હશું.

નોખનોખી દિશાઓમાં ખેપીઆ છૂટી ગયા છે, મોહબતદારો આવી પહોંચવાની વાટ જોવાય છે, અને વેરાવળ પાટણમાં એક મોટી ફોજ ઈણોજ ઉપર ચડતી હોવાના સમાચાર મળે છે. જમાદાર અલીમહમદની બધી આશા આથમી ગઈ. એ પોતાના ઓઝલને ઓરડે ચાલ્યો. પોતાની બીબી અમનને પૂછ્યું,

“બોલો તમારી શી મરજી છે ? બાલબચ્ચાંને લઈ ચાલ્યા જાઓ તો હું ખરચી આપું. આપણા વતન મકરાણ ભેગાં થઈ જાઓ.”

"અને તમે?"

“હું અહીં ઘર આંગણે મરીશ, કાલે આંહી કતલ ચાલશે.”

“ખાવંદ ! ચાલીસ વરસથી તમારી સોડ્ય વેઠનારને આજ તમે એકલી જાન બચાવવાનું કહીને કયા વેરનો બદલો લઈ રહ્યા છો ? મને શું મરતાં નથી આવડતું ! હું બલોચની બેટી છું, બલોચની ઔરત છું, બલોચની જનેતા છું.”


    પાટણના, બાદશાહ અકબરના કરતાં પણ જૂનેરા કાળના જમીનદાર નાગર દેસાઇ કુટુંબના એક ખાનદાન જુવાન હરપ્રસાદ ઉદયશંકર, જે "હરભાઈ” નામથી આખી ગીરમાં ને નાઘેરમાં અત્યંત લોકપ્રિય અને શુરવીર તરીકે પ્રસિદ્ધ છે, તેને ઇણાજની વસતી ગણવા માટે મોકલ્યા. દેસાઈ કુળ ૫ર વિશ્વાસ અને સન્માનની દૃષ્ટિ રાખનાર મકરાણીઓએ આ વાતને વધાવી લીધી. ૨૦-૨૧ વર્ષના હરભાઈએ ઇણાજમાં આવીને ગણત્રી કરી. વળી થોડે વખતે ઈણાજવાળાઓને માંહોમાંહે મારામારી થઈ એની રાવ ગઈ. પણ તપાસ કરવા જનાર પોલીસને તેઓએ ગામમાં પેસવા દીધા નહિ, પ્રભાસ પાટણના માજીસ્ટ્રેટને પણ ભગાડી મૂક્યા અને મનસ્વી વર્તન ચલાવે રાખ્યું. બીજી તરફથી આવી ખમીરવાળી