પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
સોરઠી બહારવટીયા : ૩
 

“પણ બીબી ! તમારે આંહી બહુ બુરી રીતે મરવું પડશે. આ ઓરડાની નીચે હું દારૂ ભરાવીશ ને છેલ્લી ઘડીએ આખો એારડો ફુંકાવી દઈશ. મારાં બાલબચ્ચાંને રાજના હાથમાં જવા નહિ દઉં.હું રિન્દ–બલોચ છું."

“આપ ઠીક પડે તે રીતે અમને ઉડાવી દેજો. બચ્ચાં સહિત મારૂં છેલ્લુ ઠેકાણું તો આ ઓરડો જ છે.”

ઓરડા નીચે સુરંગ ખોદાવીને અલીમહમદે દારૂ ધરબાવ્યો. પોતે ઓસરીમાં બેઠક લીધી. એક બાજુ હથીઆર મૂક્યાં છે. સામે ઘોડી પર ઉઘાડું કુરાન પડ્યું છે. દીવો બળે છે. આખી રાત જાગીને અલીમહમદ કુરાન વાંચી રહેલ છે.

વાર પડતાં જ તેડાવ્યા હતા તે પિત્રાઈઓ ને ભાણેજો હાજર થઈ ગયા. હાજર થનારા આટલા જણ હતા. અમરાપરથી જમાદાર અલીમહમદના કાકા નૂરમહમદના દીકરા જમાદાર કાદરબક્ષ અને અબાબકર: તરસલીએથી પોતાની બહેન એમણાંબુ અને બનેવી


જાતિઓની વિરોધી નોકરશાહી 'કાગળો કરવા માંડી'. આમ વાત મમતે ચડી તેવામાં લાલ ડગલાનો એક બ્રિટિશ સવાર ઇણાજ ગામે મોકલવામાં આવ્યો તેને ય ગામેતીઓએ, કોણ જાણે શી કુમતિ સૂઝી તે બંદૂકો બતાવી નસાડી મૂક્યો.

આ વખતે જૂનાગઢને દિવાનપદે નડીઆદ વાળા સુપ્રસિદ્ધ દેસાઈ ખાનદાનના દેસાઈ હરિદાસ વિહારીદાસ વિરાજે. સ્વભાવે જેવા ઉદાર, ઉચ્ચ આશયોવાળા અને દયાળુ, તેવા જ આગ્રહી. એને ઇણાજ ગામ પર ક્રોધ આવ્યો. કોઈ અભાગણી પળે એણે હુકમ છોડ્યો કે “ઇણાજવાળાઓનાં હથીઆર છોડાવી લ્યો.” (મર્હુંમ નવાબ રસુલખાનજીને આવા જ એક કિસ્સામાં જ્યારે કોઈએ આવી ભલામણ કરેલી ત્યારે નવાબે જવાબ આપેલો કે “વાહ હજામ કહાંસે પેદા હુએ, જો સાવઝડું કે નખ