પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨
સોરઠી બહારવટીયા : ૩
 

ને દોઢીયાળા તાશીરો દીધો આવે છે. કોઈ પણ ઈલાજે રાત પાડી દેવી એ મકરાણીઓની નેમ હતી. ને જો રાત પડી હોત તો મકરાણીએાને નવી મદદ આવી પહોંચતાં ભયંકર સંગ્રામ મંડાયો હોત એ ચોકસ વાત છે.

તોપો જ્યારે ફરી વાર વ્હેતી થઈ અને ગાડાં આડે ગોળીઓની કારી ફાવી નહિ, ત્યારે એ તેર જણાના ડાહ્યા જણ કાદરબક્ષે નવેસર વિચાર કર્યો કે “હવે નહિ પહોંચાય, અને કનડે ડુંગરે જેમ મહીયા મુવા તેમ જો આંહી ભીંત હેઠળ ભરાઈને મરશું તો લોકો મકરાણીઓની બદબોઈ કરશે. માટે હવે નીકળી જઈએ.”

કાદરબક્ષ પાછો વળ્યો. જમાદાર અલીમહમદની પાસે આવીને એણે આ વિચાર કહી સંભળાવ્યો. અલીમહમદે જવાબ વાળ્યો : “ભાઈ કાદરબક્ષ ! હું તમને કંઈ જ નથી કહેતો. નીમકહરામ થઈને આપણી સરકાર સામે થવાનું કે વસ્તીને પીડવાનું હું તમને કહેતો નથી. હું પોતે તો આંહી મરવા જ માગું છું. તમે તો તમારા દિલમાં ખુદા જે કહેતો હોય તે જ કરજો !”

કાદરબક્ષ બહારવટાનાં પગલાં ભરી બીજી બાજુથી ગામ છોડવા નીકળ્યો. ભેળા એના બીજા બધા પિત્રાઈઓ પણ નીકળ્યા. માત્ર અલીમહમદના બે દીકરાઓ, વજીરમહમદે અને અબ્દરહેમાને કાદરબક્ષની સાથે જવા ના પાડી: કહ્યું કે “બાપુને છોડીને અમે નહિ આવીએ. અમે પણ અહીં જ મરી મટશું.”

કાદરબક્ષ નીકળી ગયો. પાદરને ઝાંપે મકરાણીઓના મોરચા તૂટી પડ્યા. ફોજ અંદર ઘૂસી. અલીમહમદની ડેલી પાસે પહોંચી. બંદૂકોની તાળી પડે છે અને તોપના ગોળા ગાજે છે તે સાંભળતો સાંભળતો અલીમહમદ કુરાનના દોર કરવામાં તલ્લીન છે.

જ્યારે ફોજ લગોલગ આવવા લાગી ત્યારે એક અકસ્માત બન્યો. વજીરમહમદના મોરચા સામે ઉભા રહીને કોઈ હલકટ ગુલમેંદી સવારે એને ખરાબ ગાળો કાઢી. ગાળો સાંભળતાં જ રિન્દ–બલોચ વઝીરમહમ્મદનું લોહી ઉકળી આવ્યું. કોણ જાણે