પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૬૭
 



ર. કાદરબક્ષ બહારવટે

ણાજ રોળાઈ ગયું. મરવાના હતા તે માર્યા ગયા. જીવતા હતા તે, જખ્મી તેમજ બીનજખ્મી તમામ, કેદમાં પૂરાયા. પણ કાદરબક્ષ, અબાબકર, અલાદાદ, દીનમહમદ અને ગુલમહમદ તો હાથમાંથી છટકી ગયા છે ત્યાં સુધી રાજને જંપ નથી. નાના નોકરો એ પાંચેને ઘડો લાડવો કરી નાખવાના લાગ ગોતી રહ્યા છે.

દિવાન હરિદાસ પ્રભાસપાટણ આવ્યા. એ પાંચ મકરાણીઓને ઝાલવા વિષે પોલીસ અમલદારનો મત પૂછ્યો. પરદેશી અમલદારે ભૂલ ખાઈને રસ્તો બતાવ્યા કે “એનાં ઓરત બચ્ચાંને પકડી લઈએ, એટલે એને રોટલા મળતા અટકશે ને એ આપોઆપ શરણે આવશે.”