પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
સોરઠી બહારવટીયા : ૩
 


“હાય ! યા અલ્લા ! હમ ગાડી ભૂલ ગયા. યે ઓરત કોન?” હેબતાઈને થંભેલી મડમ તરફ આંગળી કરી પૂછ્યું.

“ઇસ્કોટ સાબકી જોરૂ.”

“એારત ! એારતકો હમ નહિ મારેગા. જાઓ.”

એટલું કહીને બહારવટીઓ નીચે ઉતર્યો. બહાદુર અંગ્રેજ જેકસને એને સાદ પાડ્યો “જમાદાર કાદરબક્ષ ! થોડીક વાત કહેવી છે સાંભળશો ?”

“બોલો સા'બ.”

“શા માટે આ ખુનામરકી ? કોઈ રીતે સમજો ?”

“જેકસન સાબ, કાદરબક્ષ લોહીનો તરસ્યો નથી. મારા ગરાસ ચાસનું પાર પડે તો હું અત્યારે જ બંદૂક છોડી દઉં. નહિ તો હું ઇસ્કાટને ગોતી કાઢીને જાનથી મારીશ અને નવાબની સોના જેવી સોરઠને સળગાવી મૂકીશ.”

“બહાદૂર આદમી ! તારી ખાનદાની પર હું આફ્રિન છું. હું પોતે જઈને નવાબ સાથે વિષ્ઠિ ચલાવું છું. બોલ, કાલે ક્યાં જવાબ દેવા આવું? ઠેકાણું આપ.”


[૧]

  1. would only let them go on Major Jackson, lionine in form and in heart, promising to keep a tryst at alonely place appointed in the Gir forest next daybearing Colonel Barton's ultimatum. Kadir Bakshi stipulated for a complete amnesty. But this was of course out of the question, and it looked as though Jackson were going deliberately to his death when he started alone and unarmed to keep his promise and inform the blood thirsty Kadir that there was no pardon and little hope of mercy for him. Jackson kept his tryst, and strange to say, or perhaps it was more strange for these outlaws were brave men