પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કાદરબક્ષ બહારવટે
૮૩
 


“હજાર આફ્રિન છે તમને, સાહેબ. પણ બોલો, હવે મારે શું કરવું ?”

“તારી ખુશી હોય તે કરજે. મારૂં દિલ તો એટલું દુઃખાયું છે, કે મારા ધારી પરગણામાં તે તારી પાછળ ફરવા આવનારી નવાબી ગીસ્તને કોઈ શેર આટો પણ વેચાતો નહિ આપે એટલું હું તને કહી દઉં છું. મારા છેલ્લા સલામ, કાદરબક્ષ !”

“સલામ, જૅકસન સાબ !”

મઝાનના દિવસો ચાલતા હતા. કડાયા ગામમાં જે નવું થાણું બેઠેલું તેના પહેરાવાળા આરબો પાછલી રાતે, શીતળ પવનની લહરોમાં, તરવાર બંદૂકો ખીલીએ ટીંગાડીને બેઠા બેઠા કાવા પીતા હતા. ઓચીંતી એક જણાએ ચીસ પાડી કે “ઓ–અબ્દુલ- કાદર !” સાંભળતાં જ જેવા સહુ પોતપાતાનાં હથીઆર સંભાળવા ઉભા થવા જાય છે ત્યાં ભરી બંદૂકની નાળ્ય નોંધીને વિકરાળ કાદુડાએ હાકલ દીધી “બસ જમાદારો ! મત ઉઠના !”

પહેરાવાળા જેમ હતા તેમ ઠરી રહ્યા. કાદૂના સોબતીઓ લૂંટ કરવા ગામમાં ચાલ્યા ગયા, અને કાદુ એકલો જ એક બંદૂકભર ત્યાં પચીસ માણસના પહેરા ઉપર છાતી કાઢીને ઉભો રહ્યો. કોણ જાણે શાથી, પણ ગીસ્તના આરબોનાં હૈયાંમાંથી અલ્લા ઉઠી ગયો. ધીરે ધીરે તેઓએ કાદુને આજીજી કરવા માંડી કે “કાદરબક્ષ ! આજ તું અમારાં હથીઆર લઈ જઈશ તો અમારી ઈજ્જત નથી. ભલો થઈને અમને બંદૂક પાછી દે. અમે સિપાહી છીએ. જગત જાણશે તો અમને કોઈ સંઘરશે નહિ.”

તમામની બંદૂકો ખાલી કરીને કાદુએ પાછી સોંપી દીધી. અને જતાં જતાં કહ્યું “ ફિટકાર છે તમને સિપાહીઓ ! પચીસ