પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
સોરઠી બહારવટીયા : ૩
 

છે. પોતાની ચકોર નજરને ચારે દિશામાં ફેરવતો હંફ્રી સાહેબ બંદૂકના ઘોડા પરથી આંગળી ખસેડ્યા વિના રસ્તો કાપે છે.

થોડીક વારે આડેધડ ખેતરો સોંસરવો એક ઘોડેસવાર મારતે ઘોડે ટાંગા તરફ આવતો દેખાણો. આવનાર અસ્વારના હાથની નિશાની દેખીને હંફ્રીએ ગાડી ઉભી રખાવી.

પરસેવે રેબઝેબ, મ્હોંયે ફસફસતો અને હમણાં છાતી ફાટી પડશે એવો હાંફતો એ ઘોડો આવીને ઉભો રહ્યો કે તૂર્ત તેની પીઠ પરથી એક પોલીસ અમલદારે ઉતરીને સલામ કરી. ઉતાવળે સાદે કહ્યું “સાહેબ, આપ ઉતરી પડો. આ લ્યો આ ઘોડો. જલદી પાછા ફરી જાઓ !”

“બહારવટીયાએ નજીકમાં જ ઓડા બાંધ્યા છે, પલેપલ આપના જાનની વાટ જોવાય છે. જલ્દી કરો !”

શૂરો હંફ્રી વિચારમાં પડે છે. અમલદાર અધીરો બને છે: “વિચાર કરવાનો વખત નથી, સાહેબ બહાદૂર ! જેની સામે આપે ગામડે ગામડે ચાર ચાર રાઈફલો ગોઠવી છે, એ આજ આપને નહિ છોડે.”

“મારાં બાલબચ્ચાંનું શું થાય ?” સાહેબનાં ભવાં ચડે છે.

“એને ઉની આંચ નહિ આવે. એ તો કાદરબક્ષ છે. નિરપરાધી ઓરત બચ્ચાંને એ ન બોલાવે. આપ ઝટ ભાગી છુટો.”

ભયભીત મડમ બોલી ઉઠી : “ વ્હાલા ! ખુદાને ખાતર, અમારે ખાતર ભાગી છૂટો.”

હંફ્રી ટાંગામાંથી ઉતરી ઘોડે ચડ્યો. ચાલી નીકળ્યો. છેક જાતે બરડામાં ઉતરી ગયો.

ને આંહી ટાંગો આગળ વધ્યો. જેમ જેમ ટાંગો ઢૂકડો આવે છે તેમ તેમ બહારવટીયાનાં ડોકાં એાડાની પાછળથી ઉચાં થતાં જાય છે. આખરે લગોલગ થતાં જ બહારવટીયા આખે આખા