પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૧
સોરઠી બહારવટીયા : ૩
 

ઉભા થઈ ગયા. બંદૂકો ઉંચી ઉઠાવી. જ્યાં નોંધવા જાય છે ત્યાં કાદરબક્ષે કહ્યું “ખામોશ ! હંફ્રી ગાડીમાં નથી. અંદર ઓરતને બચ્ચું જ છે.”

“ભાઈ કાદરબક્ષ !” ખુની અલાદાદ બોલી ઉઠ્યો : “એની મડમને ને બચ્ચાને ઠાર કરી નાખીએ. હંફ્રીનું કલેજું ચીરાઈ જશે અને એ આપણો કાળ જલ્દી વિલાયત ભેગો થશે.”

“નહિ, નહિ, અલાદાદ ! શત્રુની ઓરત તો બહારવટીયાની મા બહેન. એને હાથ અડકાડશું તો તો આપણી રિન્દ–બલોચ માબહેનો આપણા નામ પર થૂકશે. ઓરત અને બચ્ચાં તો દુનિયાની પાકમાં પાક પેદાશ છે.”

બીજા બધા બોલ્યા: “કાદરબક્ષ ! ભૂલી ગયા ? રાજ્યે કેમ આપણાં બાલબચ્ચાંને પકડ્યાં હતાં ?”

“એ નાપાક પગલું હતું. હું રાજ્યની નકલ નહિ કરૂં.”

“ભાઈ કાદરબક્ષ ! ભૂલો છો. પસ્તાશો. હવે ખોટી દયા ખાવાનું ટાણું નથી રહ્યું. કાંઈ નહિ તો જીવતાં ઉઠાવી જઈએ.”

“એ પણ નહિ બને. કાદરબક્ષ જલ્લાદ ભલે હોય, શયતાન તો હરગિજ નથી. આપણી રિન્દ–બલોચ ઓરતા આપણાં નામ પર જૂતા મારશે. બસ ! ખામોશ !”

એટલું કહીને કાદુ બીજી દિશામાં ઉતરી ગયો. પાછળ એના સાથીઓ મનમાં સમસમતા અને બડબડતા ચાલ્યા. તેઓની ખુની નજર વારેવારે પાછળ ફરીને દૂર દૂર ત્યાં જોઈ રહી હતી, જ્યાં એક ટાંગો નિર્દોષ મા-દીકરાને લઈ ચાલ્યો જતો હતો.

૧૨

હારવટીયાને ઝાલવાનું ઈનામ જાહેર થયેલું, તેનાથી લોભાઈને જોગી બહારવટીયા જોગીદાસનો પૌત્ર જેઠસૂર ખુમાણ આંબરડીથી નીકળ્યો. જૂનાગઢ જઈને બીડું ઝીલ્યું, ભેળી એક