પૃષ્ઠ:Sorathi Baharvatiya-3.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
સોરઠી બહારવટીયા : ૩
 

ભેળો થઈ જાજે, અને એક વાત વિસારીશ મા, કે તારો દાદા જોગીદાસ જે દિ' ભાવનગર સામે બારવટે હતા, તે દિ' કાદુનો બાપ આવીને બીડું ઝડપી એને ઝાલવા ચડ્યો હોત તો તને કેવું લાગત ? સહુ પોતપોતાના ગરાસ સાટુ મરવા નીકળે છે એમ ભૂલતો કાઠી ! જા, ઝટ ગીરમાંથી નીકળી જા !”

જેઠસૂર ખુમાણ તે દિવસથી ખેા ભૂલી ગયો.[૧]

૧૩

[૨]વારનું ટાણું હતું. ઉનાળાનો દિવસ હતો. સૂરજનો તાપ વધતો જતો હતો. એવે ચડતા દિવસને વખતે... ગામમાં એક ફકીર દાખલ થયો. એક વેપારીની હાટડી ઉપર જઈને ફકીરે સવાલ કર્યો કે “શેઠ, એક ચપટી સૂકો આપોને ! ચલમ ભરવી છે.”

“સૂકો નહિ મળે. પૈસા બેસે છે.” વેપારીએ ચોપડામાંથી ઉંચું માથું કરીને કહ્યું.

“શેઠ, હું દમડી વિનાનો અભ્યાગત છું. ચપટીક સૂકાની ખેરીઅત નહિ કરો ?” ફકીર રગરગવા માંડ્યો.


  1. ×આ પ્રસંગ ઘણું ખરૂં ગીરમાં, તેમજ કાઠીઆવામાં ઠેર ઠેર કહેવાય છે. તેમ છતાં કાદુના બહારવટામાં શામિલ હતા તે માણસો આ વાતનો ઇન્કાર કર્યો છે. એ કહે છે કે જેઠસૂર તો કાદુનો દોસ્ત હતો. જેઠસૂર પોતે મોટો પાપાત્મા હતો, એટલે કાદુના સાથી હોવાનો સંભવ છે. લોકો apocryphal (કલ્પિત) વાતા કેવી રીતે રચે છે ને કઈ બાજુ ઢળે છે તેનો આ નમૂનો છે.
  2. *આ વાતને પણ જાણકારો તરફથી ટેકો નથી મળતો. લોકો પેાતાની કલ્પનાથી કેટલાક કેવા પ્રસંગોનુ સર્જન કરે છે તે બતાવવા આ વાત અત્રે આપેલી છે.